દુકાનમાં ખરીદીના બહાને પ્રવેશી ચોરી કરતી મહિલા ઝડપાઈ
અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં દુકાનમાં ખરીદીના નામે પ્રવેશી દુકાનદારને વાતોમાં રાખીને તેની નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહિલાએ કેટલી દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.પોલીસને મળી હતી બાતમી પાલડી પોલીસને બાતમી મળી હતી કે, પાલડી વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં સામેલ આરોપી મહિલાઓ સરદાર બ્રિજ પાસેથી પસàª
Advertisement
અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં દુકાનમાં ખરીદીના નામે પ્રવેશી દુકાનદારને વાતોમાં રાખીને તેની નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહિલાએ કેટલી દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
Advertisement
પોલીસને મળી હતી બાતમી
પાલડી પોલીસને બાતમી મળી હતી કે, પાલડી વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં સામેલ આરોપી મહિલાઓ સરદાર બ્રિજ પાસેથી પસાર થવાની છે. જે બાતમીના આધારે પાલડી પોલીસે મનીષા દંતાણીની ધરપકડ કરી છે. જ્યારે તેની સાથે સામેલ કાયદાના સંઘર્ષમાં આવતી સગીરાને પણ અટકાયત કરીને તપાસ કરતા તેઓની પાસેથી 48,500 રોકડ રકમ મળી આવી હતી.આરોપી મહિલા પાસેથી પોલીસે રોકડ અને એક્ટિવા કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
Advertisement


