Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ટ્રક પાછળ ખાનગી લકઝરી બસ અથડાતા અકસ્માત; ડ્રાઈવરનું ઘટના સ્થળ પર જ મોત, બે ઘાયલ

Ahmedabad: અમદાવાદ ગ્રામ્ય બગોદરા વટામણ રોડ પર અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ભયંકરના અકસ્માત સર્જાયો છે.
ahmedabad  ટ્રક પાછળ ખાનગી લકઝરી બસ અથડાતા અકસ્માત  ડ્રાઈવરનું ઘટના સ્થળ પર જ મોત  બે ઘાયલ
Advertisement
  1. લકઝરી બસના ડ્રાઈવરનું ઘટનાસ્થળે નીપજ્યું મોત
  2. અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને પહોંચી ગંભીર ઈજા
  3. ઈજાગ્રસ્તોને બગોદરા સામૂહિક કેન્દ્રમાં ખસેડાયા
  4. બગોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

Ahmedabad: અમદાવાદ ગ્રામ્ય બગોદરા વટામણ રોડ પર અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ભયંકરના અકસ્માત સર્જાયો છે. આગળ જતી ટ્રકની પાછળ સાંઈ દર્શન નામની ખાનગી લક્ઝરી બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે.

આ પણ વાંચો: Coldwave forecast: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી, નલિયા બન્યું ગુજરાતનું કાશ્મીર

Advertisement

ઇજાગ્રસ્તોને વધારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં

નોંધનીય છે કે, અકસ્માતની ઘટનાની જાણ થતા બગોદરા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બગોદરા 108 ની મદદથી ઇજાગ્રસ્તોને બગોદરા સમુહીક કેન્દ્રમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતનો ગુનો નોંધી બગોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Surat: ચપ્પુ બતાવી દાદાગીરી કરતા લુખ્ખાની પુણા પોલીસે હેકડી ઉતારી, માંગવા લાગ્યો માફી

રાત્રે હાઈવે પર થતા અકસ્માતોની ઘટનાઓ કેમ વધી?

છેલ્લા ઘણા સમયથી રાત્રે હાઈવે પર થતા અકસ્માતની ઘટનાઓ વધી રહીં છે. જેના લઈને અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. અત્યારે પોલીસે અમદાવાદ-બગોદરા વટામણ રોડ પર અકસ્માતને પગલે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. એટલું જ નહીં પરંતુ અત્યારે ઈજાગ્રસ્તોને બગોદરા સામૂહિક કેન્દ્રમાં વધારે સારવાર માટે ખસેડાવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Surat Police ની ઉત્તરાયણ પહેલા મોટી કાર્યવાહી, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કન્ટેનર સાથે એકની ધરપકડ

Tags :
Advertisement

.

×