Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જેલમાંથી બહાર આવતા ધમકી આપવાના ગુનામાં પાછો જેલના સળિયા પાછળ ધકેલાયો

કાપડના વેપારીને (Merchant) 10 લાખ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી (Threat) આપનાર ખંડણીખોરની પોલીસે (Police) ધરપકડ કરી છે. આરોપી થોડા દિવસ અગાઉ જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો અને ફરી એક વખત ગંભીર ગુનાને અંજામ આપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ સખત કાર્યવાહી હાથ ધરી છે.વોટ્સ એપ ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી ધમકીઅમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નારાયણ સિંહ રોહિત નામના કાપડના વેપારીને સો
જેલમાંથી બહાર આવતા ધમકી આપવાના ગુનામાં પાછો જેલના સળિયા પાછળ ધકેલાયો
Advertisement
કાપડના વેપારીને (Merchant) 10 લાખ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી (Threat) આપનાર ખંડણીખોરની પોલીસે (Police) ધરપકડ કરી છે. આરોપી થોડા દિવસ અગાઉ જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો અને ફરી એક વખત ગંભીર ગુનાને અંજામ આપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ સખત કાર્યવાહી હાથ ધરી છે.
વોટ્સ એપ ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી ધમકી
અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નારાયણ સિંહ રોહિત નામના કાપડના વેપારીને સોશિયલ મીડિયાના મારફતે એટલે કે વોટ્સ એપમાં એક ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી ધમકી આપવામાં આવી હતી.. આરોપી શાહ આલમ શેખે ધમકી આપી હતી કે, સાત દિવસમાં 10 લાખ રૂપિયા આપો નહીં તો પરિવારને જાનથી મારી નાખીશ. જે ધમકી મળતા વેપારીએ કૃષ્ણનગર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને ખંડણીખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કાર્યવાહી
કૃષ્ણનગર પોલીસને (Police) ધમકી આપતી ઓડિયો ક્લિપ મળતા આરોપી શાહ આલમ શેખ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી વટવા વિસ્તારથી મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો.. ઉપરાંત તેની તપાસ કરતા હકીકત સામે આવી કે તાજેતરમાં જ મણીનગરમાં હોટલના કર્મચારી પર હુમલો કરી લૂંટ ચલાવવાના ગુનામાં તેની ધરપકડ થઈ હતી.. અને જેલમાંથી છૂટયા બાદ તેને વેપારીને આ પ્રકારે ધમકી આપી હતી.
આરોપી ઝડપ્યો
પોલીસ તપાસમાં એ હકીકત પણ સામે આવી કે ફરિયાદી આરોપીના ભાઈ સાથે કાપડનો વેપાર કરતા હતા. પરંતુ આરોપીની વર્તણૂક અયોગ્ય હોવાથી તેની સાથે કોઈ વ્યવહાર ફરિયાદીએ કર્યો ન હતો. જેનો બદલો લેવા માટે ફરિયાદીને ધમકી આપી રૂપિયા પડાવવાની કોશિશ કરવામાં આવી. જેથી પોલીસે ખંડણી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોધી આરોપીની  ધરપકડની કરી લીધી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×