Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: કલાકારોના ઝઘડા બાદ હવે હકાભાની એન્ટ્રી, બંને કલાકારોની ઝાટકણી કાઢી

કલાકારમાં બુદ્ધિ ન હોય એટલે ઝઘડે છે લોકો મજાકનો વિષય બનાવે
gujarat  કલાકારોના ઝઘડા બાદ હવે હકાભાની એન્ટ્રી  બંને કલાકારોની ઝાટકણી કાઢી
Advertisement
  • તમારી પાસે સારી વાત કે સારી વાર્તા નથીઃ હકાભા
  • સમાજને કયા રસ્તે લઈ જવુ તે પણ આવડતું નથી?"
  • લોકો સારા છે તમને સાંભળે છે નહીં તો માર મારે!"

Gujarat: ગુજરાતના કલાકારોના ઝઘડા બાદ હવે હકાભાની એન્ટ્રી થઇ છે. જેમાં નામ લીધા વિના હકાભાએ બંને કલાકારોની ઝાટકણી કાઢી છે. તેમાં હકાભાએ જણાવ્યું છે કે તમારી પાસે સારી વાત કે સારી વાર્તા નથી. "સમાજને કયા રસ્તે લઈ જવુ તે પણ આવડતું નથી?" લોકો સારા છે તમને સાંભળે છે નહીં તો માર મારે! સમાજનો આભાર છે કલાકારોને સાંભળી રોજી આપે છે. કલાકારની વાણીમાં વિવેક હોવો જોઈએ. સમાજને સારા રસ્તે દોરે તેવો કલાકાર બની શકે. કલાકારો જ એકબીજા વિશે બોલશે તો કોણ વિશ્વાસ કરશે.

કલાકારમાં બુદ્ધિ ન હોય એટલે ઝઘડે છે લોકો મજાકનો વિષય બનાવે

કલાકારમાં બુદ્ધિ ન હોય એટલે ઝઘડે છે લોકો મજાકનો વિષય બનાવે છે. કલાકારોએ સ્ટેજની ગરિમા જાળવવી જોઈએ. સમાજમાં ઘર્ષણ ન ફેલાવવુ જોઈએ. થોડા સમય પહેલા દેવાયત ખવડે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી હતી. જેમાં 2025 પછી ડાયરા ઓછા કરવાના સવાલ પર જવાબ આપ્યો હતો. તેમાં દેવાયત ખવડે જણાવ્યું હતુ કે પાછળથી બોલે તે આપણને ગણતું નથી. સારા માણસો હોય, સારી ઓડિયન્સ હોય તો જ ડાયરા કરવાના છે. અમે કિંમતથી નહીં પણ કિસ્મતથી મળીએ તેવા કલાકાર છીએ. તેમજ સમાધાન બાદ સ્ટેજ પરથી બ્રિજરાજદાન ગઢવીએ ટિપ્પણી કરી હતી બ્રિજરાજદાન ગઢવીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બ્રિજરાજદાન ગઢવીએ જણાવ્યું છે કે 2025 પછી શાંતિ થઇ જવાની છે. આ નિવેદન બાદ ફરી એકવાર બન્ને કલાકારો વચ્ચે વિવાદ શરૂ થયો છે.

Advertisement

સમાધાન થયા પછી પણ ફરી એકવાર બંને કલાકારો સામસામે આવ્યા

લોકસાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khawad) અને બ્રિજરાજ ગઢવી (Brijraj Gadhvi) વચ્ચે સમાધાન થયા પછી પણ ફરી એકવાર બંને કલાકારો સામસામે આવ્યા છે. બ્રિજરાજ ગઢવીએ વીડિયો બનાવી દેવાયત ખવડને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, સમાધાન થયા પછી દેવાયતે મને ખૂબ હેરાન કર્યો છે. સહન થાય એમ ન હતુ પછી મારે બોલવુ પડ્યું. આ સાથે બ્રિજરાજે દેવાયત ખવડને રાખી સાવંત (Rakhi Sawant) સાથે સરખાવ્યા હતા. લોકસાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khawad) અને બ્રિજરાજ ગઢવીએ જાહેર મંચ પરથી નામ લીધા વિના એકબીજા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. જો કે, બંને કલાકારો વચ્ચે સમાધાન થયું હતું. સોનલ બીજ પૂર્વે સોનબાઈ માતાજીનાં મંદિરે બંને કલાકારોએ સમાધાન કર્યું હતું. પરંતુ, હવે સમાધાન બાદ ફરી એકવાર બંને કલાકારો વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. જણાવી દઈએ કે, બ્રિજરાજ ગઢવીએ વીડિયો બનાવીને નામ લીધા વગર દેવાયત ખવડ પર આકરા પ્રહાર કર્યા છે.

Advertisement

સમાધાન થયા પછી દેવાયતે મને ખૂબ હેરાન કર્યો

બ્રિજરાજ ગઢવીએ (Brijraj Gadhvi) કહ્યું કે, સમાધાન થયા પછી દેવાયતે મને ખૂબ હેરાન કર્યો છે. સહન થાય એમ ન હતું પછી મારે બોલવું પડ્યું. હું જ્યાં રહું છું તે જગજાહેર છે. હું 50-50 નાં ટોળા લઈને નીકળવાવાળો માનસ નથી. મારે કોઈ બોડીગાર્ડની જરૂર નથી. જ્યારે પણ આવો મોસ્ટ વેલકમ છે. જણાવી દઈએ કે, આ સાથે બ્રિજરાજે દેવાયત ખવડને ટીવી અને બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંત સાથે સરખાવ્યા હતા. જો કે, હવે આ વિવાદ આગળ કેવું સ્વરૂપ ધારણ કરશે તેને લઈને ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો: Rajkot: શહેરમાં પનીર ખરીદતા લોકો સાવધાન, 800 કિલો પનીરનો જથ્થો ઝડપ્યો

Tags :
Advertisement

.

×