Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : એરપોર્ટ પરથી કરોડોની કિંમતનો 15 કિલો ગાંજો ઝડપ્યો, કીમિયો જાણી ચોંકી જશો!

કસ્ટમ્સ સાથે DRI દ્વારા અન્ય એક ઓપરેશનમાં, થાઇ નાગરિકની 6 કિલો હાઇડ્રોપોનિક વીડ (Weed) સાથે ધરપકડ કરાઈ હતી.
ahmedabad   એરપોર્ટ પરથી કરોડોની કિંમતનો 15 કિલો ગાંજો ઝડપ્યો  કીમિયો જાણી ચોંકી જશો
Advertisement
  1. DRI ની અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી
  2. 15 કરોડ રૂપિયાની કિંમત ધરાવતો 15 કિલો ગાંજો જપ્ત
  3. બે અલગ-અલગ ઓપરેશનમાં થાઈ નાગરિક સાથે બેની ધરપકડ

રાજ્યમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. DRI દ્વારા અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી 9.2 કિલો ગાંજા (હાઈડ્રોપોનિક કેનાબિસ) સાથે એક ભારતીય નાગરિકની ઘરપકડ કરાઈ છે. આ ગાંજાની કિંમત રૂ. 9 કરોડ જેટલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે, આ પહેલા પણ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ કસ્ટમ્સ સાથે DRI દ્વારા અન્ય એક ઓપરેશનમાં, થાઇ નાગરિકની 6 કિલો હાઇડ્રોપોનિક વીડ (Weed) સાથે ધરપકડ કરાઈ હતી. આમ, કુલ 15 કરોડ રૂપિયાની કિંમત ધરાવતો 15 કિલો ગાંજો ઝડપાયો છે.

આ પણ વાંચો - Vadodara : મનપાનાં શાસકોએ ફરીવાર બુદ્ધિનું દેવાળું ફૂક્યું! જાણીને તમને પણ આશ્ચર્ય થશે!

Advertisement

બેંગકોકથી આવેલો ભારતીય નાગરિક કરોડોનાં ગાંજા સાથે ઝડપાયો

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સને (DRI) મળેલી બાતમીનાં આધારે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન, બેંગકોકથી (Bangkok) આવેલા અને શંકાસ્પદ જણાતા એક ભારતીય નાગરિકની અટક કરી તપાસ આદરી હતી. ઝીણવટભરી તપાસમાં પેસેન્જરનાં સામાનમાંથી 4 કપડાંની થેલીઓ મળી આવી હતી, જેમાં 10 એરટાઈટ પોલિથિન પેકેટ હતા. આ પેકેટોની અંદરથી 1 લીલો ગઠ્ઠા જેવો પદાર્થ મળી આવ્યો હતો. ફિલ્ડ ટેસ્ટિંગે પુષ્ટિ કરી કે આ પદાર્થ કેનાબિસ હતો, જેને સામાન્ય રીતે મારિજુઆનાં તરીકે ઓળખવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો - Amreli : Satadhar Vivad માં હવે કોંગ્રેસ નેતા મેદાને! કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ને લખ્યો પત્ર

રૂ. 15 કરોડની કિંમતનો 15 કિલો ગાંજો જપ્ત, થાઈ નાગરિક સાથે 2 ઝબ્બે

આ જપ્ત કરાયેલા હાઇડ્રોપોનિક કેનાબિસનું (Hydroponic Cannabis) કુલ વજન 9.2 કિલો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે, ગેરકાયદેસર બજારમાં આની કિંમત અંદાજે રૂ. 9 કરોડથી વધુ હોવાનું માલૂમ પડ્યું છે. જણાવી દઈએ કે, આ ઓપરેશન પહેલા અન્ય એક કાર્યવાહીમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ કસ્ટમ્સ સાથે DRI દ્વારા એક થાઇ (Thai) નાગરિકની 6 કિલો હાઇડ્રોપોનિક વીડ (Weed) સાથે અટક કરવામાં આવી હતી અને બાદમાં તેની ધરપકડ કરાઈ હતી. આ ગાંજાની કિંમત અંદાજે રૂ. 6 કરોડ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, મારિજુઆનાં સહિત હાઇડ્રોપોનિક વીડની ખેતી હાઇડ્રોપોનિક તકનીકોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેમાં પાણી આધારિત પોષક દ્રાવણમાં છોડ ઊગાડવામાં આવે છે.

આ પણ વાંચો - GPSC નાં ઉમેદવારો માટે મોટા સમાચાર, પ્રાથમિક કસોટીનાં સંમતિ પત્ર માટે ભરવી પડશે આટલી ડિપોઝિટ ફી!

Tags :
Advertisement

.

×