ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : પોલીસકર્મીની દાદાગીરીનો Video વાઇરલ, દંડા વડે શખ્સ પર તૂટી પડ્યા!

દીવાન બલ્લુભાઈ રોડ પર હીરાભાઈ માર્કેટ (Hirabhai Market) પાસેની આ ઘટના હોવાનું જાણવા મળ્યું છે.
08:01 PM Jun 01, 2025 IST | Vipul Sen
દીવાન બલ્લુભાઈ રોડ પર હીરાભાઈ માર્કેટ (Hirabhai Market) પાસેની આ ઘટના હોવાનું જાણવા મળ્યું છે.
Ahmedabad_gujarat_first 1
  1. Ahmedabad માં પોલીસકર્મીની દાદાગીરીનો વીડિયો વાઇરલ
  2. 2 પોલીસકર્મીઓએ દંડા વડે એક વ્યક્તિને માર્યો ઢોર માર
  3. દીવાન બલ્લુભાઈ રોડ પર હીરાભાઈ માર્કેટ પાસેની ઘટના
  4. રોંગ સાઈડમાં વાહન ચલાવવાને લઈને ઝઘડો થયો હોવાની માહિતી

અમદવાદમાં (Ahmedabad) પોલીસકર્મીની દાદાગીરીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયોમાં (Viral Video) દેખાય છે કે 2 પોલીસકર્મી દ્વારા એક શખ્સને દંડા વડે ઢોર માર મારવામાં આવી રહ્યો છે. દીવાન બલ્લુભાઈ રોડ પર હીરાભાઈ માર્કેટ (Hirabhai Market) પાસેની આ ઘટના હોવાનું જાણવા મળ્યું છે. રોંગ સાઈડમાં વાહન ચલાવવાને લઈને ઝઘડો થતાં પોલીસકર્મીઓ શખ્સ પર તૂટી પડ્યા હોવાની માહિતી છે. આ મામલે હવે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વાઇરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચો -Valsad : 10 વર્ષીય બાળકીને પેટમાં દુ:ખાવો થયો, એક્સ-રે રિપોર્ટ જોયો તો સૌ ચોંકી ગયા!

2 પોલીસકર્મીઓએ દંડા વડે એક વ્યક્તિને માર્યો ઢોર માર

અમદાવાદમાં (Ahmedabad) 'રક્ષક જ ભક્ષક' બન્યા હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ વાઇરલ વીડિયો દીવાન બલ્લુભાઈ રોડ (Diwan Ballubhai Road) પર હીરાભાઈ માર્કેટ પાસે બનેલી ઘટનાનો છે, જ્યાં બે પોલીસકર્મી દ્વારા એક વ્યક્તિને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. વાઇરલ વીડિયોમાં (Ahmedabad Policeman Viral Video) દેખાય છે કે બે પોલીસકર્મી હાથમાં દંડો લઈ શખ્સ પર ફરી વડે છે અને ઢોર માર મારે છે. હુમલામાં શખ્સ જમીન પર પડી જાય છે. રોંગ સાઈડમાં વાહન ચલાવવાને લઈને થયેલા ઝઘડામાં આ બની હોવાનું હાલ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો -Ahmedabad માં લોન રિકવરી બાબતે માર મારવાનો કેસ, માથાભારે શખ્સોએ કર્યો હતો હુમલો

'રક્ષક જ ભક્ષક' બની જશે તો સામાન્ય નાગરિકનું શું થશે ?

પોલીસકર્મીઓનો આ વીડિયો વાઇરલ થતાં લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને અમદાવાદ પોલીસની (Ahmedabad Police) કામગીરી સામે સવાલ ઊભા કરી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે, જ્યારે 'રક્ષક જ ભક્ષક' બની જશે તો સામાન્ય નાગરિકનું શું થશે ? લોકો પોલીસ પર કેવી રીતે વિશ્વાસ મૂકશે ? વાઇરલ વીડિયોમાં શખ્સને માર મારતા પોલીસકર્મીઓ સામે હવે શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર છે. આ વાઇરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચો -Rajkot : શાળાઓની મનમાની! વાલીઓને ચોક્કસ દુકાનેથી શૈક્ષણિક સામગ્રી ખરીદવા કર્યો આગ્રહ

Tags :
AhmedabadAhmedabad PoliceAhmedabad Policeman Viral VideoDiwan Ballubhai RoadGUJARAT FIRST NEWSHirabhai MarketTop Gujarati Newsviral video
Next Article