ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : શ્વાસનળીમાંથી મગફળીનાં દાણા કાઢી 2 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો

તપાસમાં બાળકીની શ્વાસનળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્કસમાં મગફળીનાં દાણા ફસાયેલા હોવાનું સામે આવતાં તાત્કાલિક ઓપરેશન કરાયું હતું.
09:54 PM Aug 03, 2025 IST | Vipul Sen
તપાસમાં બાળકીની શ્વાસનળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્કસમાં મગફળીનાં દાણા ફસાયેલા હોવાનું સામે આવતાં તાત્કાલિક ઓપરેશન કરાયું હતું.
Civil_Gujarat_first
  1. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષની બાળકીનું સફળ ઓપરેશન,
  2. વડગામનાં ખેડૂત દંપતીની 2 વર્ષની દીકરીને શ્વાસ લેવામાં તકલીફ પડી
  3. શ્વાસનળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્કસમાં મગફળીનાં દાણા ફસાયા
  4. બાળકીનું સફળ ઓપરેશન થતા જીવ બચ્યો, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાઈ

વડગામનાં ખેડૂત દંપતીની 2 વર્ષની દીકરી જેન્સી સોલંકી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) લાવવામાં આવી હતી. તપાસમાં બાળકીની શ્વાસનળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્કસમાં મગફળીનાં દાણા ફસાયેલા હોવાનું સામે આવતાં તાત્કાલિક ઓપરેશન કરાયું હતું. ડૉ. રાકેશ જોશી (Dr. Rakesh Joshi) અને તેમની ટીમે સફળ સર્જરી કરીને બાળકીને નવી જિંદગી આપી. ડોક્ટરોની સમયસૂચક કામગીરી અને આધુનિક સારવારથી હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે.

7-10 દિવસથી 2 વર્ષની દીકરીને સતત ઉધરસ થઈ

આ કેસ અંગે વાત કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્સ તેમ જ પીડિયાટ્રિક સર્જરી વિભાગનાં હેડ અને પ્રોફેસર ડૉ. રાકેશ જોશીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના (Banaskantha) વડગામ ગામના ખેડૂત દંપતી મોતીભાઈ અને માયાબેન સોલંકીની 2 વર્ષની પુત્રી જેન્સી છેલ્લા 7 થી 10 દિવસથી સતત ઉધરસથી પીડાઈ રહી હતી. સ્થાનિક ખાનગી દવાખાનામાં દવા લેવાઇ છતાં તકલીફમાં રાહત ન મળતા તેણે પછી વડનગરની (Vadnagar) જી.એમ.આર. હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સ્કેન અને તપાસ પછી ખબર પડી કે જેન્સીની શ્વાસનળીમાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ છે.

આ પણ વાંચો - Par-Tapi River Link Project : અનંત પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે : નરેશ પટેલ

શ્વાસનળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્કસમાં મગફળીનાં દાણા ફસાયા

હાલત ગંભીર બનતા 27 જુલાઈનાં રોજ બાળકીને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે ખસેડવામાં આવી હતી. અહીં, પીડિયાટ્રિક વિભાગનાં ડૉ. ધારા ગોસાઇ અને તેમની ટીમે તરત જ દર્દીને હાઇ ફ્લો એરવો સપોર્ટ આપ્યો અને સીટી સ્કેન કરાવ્યો હતો. સ્કેનમાં જોઈ શકાય તે મુજબ બાળકીની શ્વાસનળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્કસમાં મગફળીનાં દાણા ફસાઈ ગયેલા હતા. ત્યારબાદ, ડૉ. રાકેશ જોશી અને ડૉ. શ્રેયસ દ્વારા બ્રોન્કોસ્કોપી કરી બંને બાજુંનાં bronchus માં થી singdana ના ટુકડા કાઢવામાં આવ્યાડૉ. શકુંતલા ગોસ્વામી અને ડૉ. ભરત મહેશ્વરીની ટીમ ક્રિટિકલ એનેસ્થેસિયા આપ્યો.

આ પણ વાંચો - Ahmedabad : Gujarat First સાથે EXCLUSIVE વાતચીત, કહ્યું- MLA એ ગાજવાને બદલે લાજવાની જરૂર..!

બાળકીનું સફળ ઓપરેશન થયું, હાલ સંપૂર્ણ રીતે સ્વસ્થ

ઓપરેશન બાદ જેન્સીને એક દિવસ માટે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી. હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે અને શ્વાસ લેવામાં પણ કોઈ મુશ્કેલી નથી. બાળકીની સ્થિતિ સ્થિર હોવાનાં આધારે ડૉક્ટરો દ્વારા તેને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. હવે જેન્સી ફરીથી હસતી-રમતી માતા-પિતાની ગોદમાં ઘરે પરત ફરી છે. ડૉ. રાકેશ જોશીએ (Dr. Rakesh Joshi) વધુમાં ઉમેર્યું કે, “જો થોડું પણ મોડું થાત તો બાળકીને બચાવવી ખૂબ જ મુશ્કેલ બની ગયું હોત. નાનાં બાળકોનાં માતા-પિતા એ હંમેશાં તેમની આસપાસ પડતી વસ્તુઓ અને ખોરાક બાબતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ.”

અહેવાલ : સંજય, જોશી, અમદાવાદ

આ પણ વાંચો - Gondal : બિલિયાળા ગામમાં વાડીમાં પાણીની મોટર ચાલુ કરતા વીજ કરંટથી પિતા-પુત્રના મોત

Tags :
Ahmedabad Civil HospitalBanaskanthaDr Rakesh JoshiDr. Bharat MaheswariG.M.R. HospitalGUJARAT FIRST NEWSHead of the Department of Pediatric Surgery and ProfessorPediatric DepartmentTop Gujarati NewsVadgamVadnagar
Next Article