Ahmedabad : રીલ્સનાં ચક્કરમાં 3 યુવક કાર સાથે ફતેહવાડી કેનાલમાં ખાબક્યાં, ઘટના CCTV માં કેદ
- Ahmedabad માં રીલ્સનાં ચક્કરમાં 3 યુવક કાર સહિત કેનાલમાં ખાબક્યા
- ફતેહવાડી કેનાલ ખાતે વાસણાનાં 3 યુવક સ્કોર્પિયો કાર લઈ પહોંચ્યા હતા
- સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી
- ઘટનાનાં CCTV ફૂટેજ આવ્યા સામે, ફાયર વિભાગ દ્વારા હાલ પણ રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Ahmedabad : સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે ઘણીવાર યુવાનો પોતાનાં જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. જોખમી સ્ટંટ કરતી વેળાએ કેટલાક યુવક અને યુવતીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે હવે અમદાવાદનાં ફતેવાડી કેનાલ (Fatewadi Canal) પાસે એવી એક ગોઝારી ઘટના બની છે, જ્યાં આજે સાંજે 3 યુવક સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા માટે પહોંચ્યા હતા પરંતુ, આ દરમિયાન તેમની કાર કેનાલમાં ખાબકી હતી અને ત્રણેય યુવક કેનાલમાં ડૂબ્યા હતા. હજું સુધી યુવકોની કોઈ ભાળ મળી નથી. ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાલ પણ ચાલુ છે.
રિલ્સના ચક્કરમાં અમદાવાદની ફતેવાડી કેનાલમાં ડૂબ્યા 3 યુવાનો
સ્કોર્પિયો કાર સાથે રિલ બનાવતા સમયે દુર્ઘટના
કેનાલમાં કાર ખાબકી હોવાના CCTV આવ્યા સામે
વાસણાના 3 યુવકો સ્કોર્પિયો કાર લઈને રિલ્સ બનાવવા આવ્યા હતા
કેનાલની આગળ 7 કિલોમીટર દુર મોબાઈલનું લોકેશન મળ્યુ@AhmedabadPolice… pic.twitter.com/R49cxXEEY1— Gujarat First (@GujaratFirst) March 5, 2025
આ પણ વાંચો - Ahmedabad : ધ્વનિ પ્રદૂષણ મુદ્દે HC નાં આદેશોનું પાલન ન થતાં 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ' ની અરજી!
ફતેહવાડી કેનાલ ખાતે વાસણાનાં 3 યુવક સ્કોર્પિયો કાર લઈ પહોંચ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની (Ahmedabad) ફતેવાડી કેનાલ ખાતે વાસણાનાં 3 યુવક આજે સાંજે સ્કોર્પિયો કાર લઈને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવવા માટે ત્રણેય યુવકો ત્યાં પહોંચ્યા હતા. દરમિયાન, તેમની કામ અચાનક કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ત્રણેય યુવક કેનાલમાં ડૂબ્યા હતા. આ ગોઝારી ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સ્થાનિકો દ્વારા આ અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોને શોધવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો - Ahmedabad : નરોડામાં સામે રહેતી યુવતીની કરી હત્યા, પછી મિત્રના ઘરે ગયો યુવક અને..!
કાર સાથે યુવકો કેનાલમાં ખાબક્યા, હજું સુધી કોઈ ભાળ મળી નથી
માહિતી મુજબ, હજું સુધી ત્રણેય યુવકોની કોઈ ભાળ મળી નથી. ફાયર વિભાગની (Fire Department) 3 ટીમ યુવકોની શોધખોળમાં લાગી છે. જો કે, કેનાલની આગળ 7 કિલોમીટર દૂર મોબાઈલનું લોકેશન મળ્યું હોવાની માહિતી છે. આથી, ત્યાં પણ ફાયર વિભાગની એક ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપેરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ, યુવકો અંગે કોઈ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો - Swaminarayan સંપ્રદાયની વધુ એક પુસ્તક વિવાદમાં! ભગવાન શિવ-પાર્વતીનું ઘોર અપમાન!


