Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: જમાલપુરમાં બેફામ કારચાલકે શાકભાજી વેચાણ કરતી મહિલાને કચડી

જમાલપુર (Jamalpur) ફ્લાવર માર્કેટ પાસે કાર ચાલકે અકસ્માત (Accident) સર્જાયો
ahmedabad  જમાલપુરમાં બેફામ કારચાલકે શાકભાજી વેચાણ કરતી મહિલાને કચડી
Advertisement
  • જમાલપુર ફ્લાવર માર્કેટ પાસે અકસ્માત સર્જાયો
  • બ્રિજના છેડે શાકભાજી વેચાણ કરતી મહિલાનું મોત
  • કાર ચાલકે બ્રેકની જગ્યાએ રેસ વધાર્યાનો પ્રત્યક્ષદર્શીનો દાવો

Ahmedabad ના જમાલપુરમાં બેફામ કારચાલકે મહિલાને કચડી નાખી છે. જેમાં જમાલપુર (Jamalpur) ફ્લાવર માર્કેટ પાસે કાર ચાલકે અકસ્માત (Accident) સર્જાયો હતો. અકસ્માતમાં બ્રિજના છેડે શાકભાજી વેચાણ કરતી મહિલાનું મોત થયુ છે. જેમાં 45 વર્ષીય ગીતાબેનનું મોત તથા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાર ચાલકે બ્રેકની જગ્યાએ રેસ વધાર્યાનો પ્રત્યક્ષદર્શીનો દાવો છે. તેમજ પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની ધકપકડ કરી છે.

ટ્રાફિક પોલિસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ટ્રાફિક પોલિસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાક્રમની વાત કરવામાં આવે તો શહેરના અતિ ગીચ વિસ્તાર જમાલપુર (Jamalpur) બ્રિજ પાસે આજે સવારે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં વૃદ્ધ દંપતીની કારની અડફેટે એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. પહેલા બ્રિજની દિવાલ સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી. જે બાદ બેકાબૂ કાર રોડની સાઈડમાં શાક વેચતા ફેરિયાઓ પર ચઢી ગઈ હતી. ત્યારે ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે. વધુ તપાસ હાથધરી છે.

Advertisement

આ પણ વાંચો: Surat: ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવાનું રેકેટ ઝડપાયું

Advertisement

પત્ની સાથે મંદિર દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત (Accident) સર્જાયો

અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા આસપાસના લોકોએ કારમાં તોડફોડ કરી હતી. પોલીસને અકસ્માતની જાણ થતા સ્થળ પર પહોંચીને લોકોને શાંત કર્યા હતા અને કારચાલકની અટકાયત કરી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કારચાલક નવરંગપુરાના રહેવાસી છે અને તેમના પત્ની સાથે મંદિર દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત (Accident) સર્જાયો હતો.

આ પણ વાંચો: Bharuch: દહેજની GFL કંપનીમાં બની મોટી દુર્ઘટના, ત્રણ કામદાર અને એક કર્મચારીનું મોત

Tags :
Advertisement

.

×