Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : Happy Street પર ફરી જોવા મળશે ખાણીપીણીના રસિયાઓનો જમાવડો!

અગાઉ, રૂ. 90 હજાર ભાડાનાં કારણે કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો અને સ્ટોલધારકોએ HC નાં દ્વાર ખખડાવ્યા હતા.
ahmedabad   happy street પર ફરી જોવા મળશે ખાણીપીણીના રસિયાઓનો જમાવડો
Advertisement
  1. Ahmedabad નાં લૉ ગાર્ડન ખાતે હેપ્પી સ્ટ્રીટ ફરી ધમધમતી થશે
  2. માસિક રૂ.25 હજારનાં દરે 36 સ્ટોલધારકોને જગ્યા ભાડે અપાશે
  3. કોર્ટનાં ચુકાદા બાદ તમામ 36 ને જગ્યા ભાડે આપવામાં આવશે

અમદાવાદીઓ (Ahmedabad) માટે એક સારા સમાચાર આવ્યા છે. લૉ ગાર્ડન હેપ્પી સ્ટ્રીટની (Happy Street) રોનક ફરી એકવાર જોવા મળશે અને ખાણીપીણીનાં વિવિધ સ્ટોલ સાથે હેપ્પી સ્ટ્રીટ ફરી એકવાર ધમધમતી થશે. કારણ કે, 36 સ્ટોલધારકોને માસિક રૂ.25 હજારનાં દરે સ્ટોલ માટે જગ્યા આપવામાં આવશે. અગાઉ, રૂ. 90 હજાર ભાડાનાં કારણે કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો અને સ્ટોલધારકોએ HC નાં દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટનાં ચુકાદા બાદ તમામ 36 સ્ટોલધારકોને જગ્યા ભાડે આપવામાં આવશે.

 આ પણ વાંચો - Mehsana-અમદાવાદ હાઇવે પર કાર ઝાડ સાથે અથડાઈ! ગોઝારા અકસ્માતમાં 2 નાં મોત

Advertisement

Advertisement

હેપ્પી સ્ટ્રીટ પર ફરી જોવા મળશે ખાણીપીણીના રસિયાઓનો જમાવડો!

અમદાવાદમાં (Ahmedabad) લૉ ગાર્ડન (Law Garden) ખાતેની હેપ્પી સ્ટ્રીટ ખાણીપીણી માટે જણીતી છે. જો કે, છેલ્લા ઘણા સમયથી આ જગ્યાનાં ઉચ્ચ ભાડાનાં કારણે ફુડ વેન્ડર્સ ન આવતા હોવાથી હેપ્પી સ્ટ્રીટ રોનક ફિક્કી પડી હતી. જો કે, હવે ફરી એકવાર હેપ્પી સ્ટ્રીટ પર ખાણીપીણીના રસિયાઓનો જમાવડો જોવા મળશે. માહિતી અનુસાર, AMC સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હેપ્પી સ્ટ્રીટને ફરી જીવંત કરવાનો નિર્ણય કરાયો છે. એએમસી દ્વારા રૂ. 25 હજારનાં માસિક ભાડા સાથે 36 સ્ટોલધારકોને જગ્યા ફાળવવામાં આવશે.

 આ પણ વાંચો - Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે છઠ્ઠો દિવસ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી કહી આ વાત!

અગાઉ રૂ. 90 હજાર ભાડાનાં કારણે કોન્ટ્રાક્ટ રદ થયા હતા

જણાવી દઈએ કે, અગાઉ લૉ ગાર્ડન ખાતેની હેપ્પી સ્ટ્રીટ (Happy Street) પર સ્ટોલ માટે જગ્યાનું ભાડું રૂ. 90 હજાર સુધી નક્કિ કરવામાં આવ્યું હતું, જેના કારણે મોટાભાગનાં સ્ટોલધારકોએ કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો અને હાઈકોર્ટનાં (High Court) દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટનાં ચુકાદા બાદ આ તમામ 36 સ્ટોલધારકોને ભાડે જગ્યા આપવામાં આવશે. માહિતી અનુસાર, લો ગાર્ડન શરૂ થયું ત્યારથી આ તમામ લોકો ત્યાં ખાણીપીણીનો ધંધો કરતા હતા.

 આ પણ વાંચો - Surat : 80 વર્ષીય વૃદ્ધ સાસુ પર વહુની ક્રૂરતા, Video જોઈ રૂવાંડા ઊભા થઈ જશે!

Tags :
Advertisement

.

×