Ahmedabad : પ્રહલાદનગરમાં એકસાથે 7 ટુ-વ્હીલર બળીને ખાખ, વટવામાં કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ
- Ahmedabad માં આગની બે અલગ-અલગ ઘટના બની
- પ્રહલાદનગરમાં વિનસ એટલાન્ટિસમાં પાર્ક 7 ટુ-વ્હીલરમાં આગ લાગી
- વટવા GIDC ફેઝ 4 માં કેમિકલની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી
- કેમિકલનાં કારણે આગનાં ધુમાડા દૂર-દૂર સુધી દેખાયા
Ahmedabad : અમદાવાદમાં આગની બે અલગ-અલગ ઘટના બની છે. શહેરનાં પ્રહલાદનગર ખાતે વિનસ એટલાન્ટિસના (Venus Atlantis) પાર્કિંગમાં પાર્ક 7 જેટલા ટુ-વ્હીલરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જ્યારે બીજી ઘટનામાં વટવા GIDC ફેઝ 4 માં કેમિકલની ફેક્ટરીમાં (Fire in Chemical Factory) આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેમિકલનાં કારણે આગના ધુમાડા દૂર-દૂર સુધી દેખાયા હતા. જો કે, સદનસીબે બંને ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
આ પણ વાંચો - Chandola Lake માં સામ્રાજ્ય ઊભુ કરનાર લલ્લા બિહારીની ધરપકડ
પ્રહલાદનગરમાં વિનસ એટલાન્ટિસમાં પાર્ક ટુ-વ્હીલર્સ બળીને ખાખ થાય
અમદાવાદનાં (Ahmedabad) પ્રહલાદનગર અને વટવા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રથમ ઘટનાની વાત કરીએ તો પ્રહલાદનગરમાં (Prahladnagar) આવેલા વિનસ એટલાન્ટિસનાં પાર્કિંગમાં પાર્ક 7 જેટલા ટુ-વ્હીલરમાં અચાનક આગ લાગી હતી. વાહનોમાં આગ લાગતા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર વિભાગને પણ જાણ કરી હતી. ફાયરની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ મોટા નુકસાનનાં સમાચાર નથી. પરંતુ, આગની ચપેટમાં આવી જતાં તમામ ટુ-વ્હીલર્સ સંપૂર્ણ રીતે બળીને ખાખ થયા છે. બાઇકોમાં આગ કેવી રીતે લાગી તે પાછળનું કારણ હાલ અકબંધ છે.
આ પણ વાંચો - Amreli : મદ્રેશાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું, મોબાઇલમાંથી ખુફિયા જાણકારી મળી!
કેમિકલનાં કારણે આગનાં ધુમાડા દૂર-દૂર સુધી દેખાયા
બીજી ઘટનાની વાત કરીએ તો શહેરનાં વટવા GIDC ફેઝ 4 માં (Vatva GIDC Phase 4) આવેલ કેમિકલ ફેક્ટરી જય શ્રી ઈન્ડસ્ટ્રીમાં અચાનક આગ લાગી હતી. ફેક્ટરીમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેમિકલનાં કારણે ધૂમાડાનાં ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને (Fire Departmen) કરતા 4 ટીમો ત્યાં પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે. ફેક્ટરીમાં આગ કયાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, શોર્ટ સર્કિટનાં પ્રાથમિક અહેવાલ છે. આ મામલે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. સદનસીબે કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
આ પણ વાંચો - Chhota Udepur : પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતે મેળવી લાખ રૂપિયાથી વધુની આવક