Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળનાં પ્રમુખ તરીકે ચિરાગ સોલંકી બિનહરીફ

ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ આખા ગુજરાત રાજ્યની સરકારી હોસ્પિટલનાં ફાર્માસિસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે.
ahmedabad   ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળનાં પ્રમુખ તરીકે ચિરાગ સોલંકી બિનહરીફ
Advertisement
  1. ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળની વાર્ષિક સમાન્ય સભા યોજાઈ (Ahmedabad)
  2. ચિરાગ સોલંકી બિનહરીફ રહેતા પ્રમુખ તરીકે જાહેર કરાયા
  3. વર્ષ 2023-24 માં પ્રમુખે રાજીનામું આપતા ચિરાગ સોલંકીને મહામંત્રી અને પ્રમુખની જવાબદારી

Ahmedabad : આજે સરકાર માન્ય ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળની (Gujarat State Pharmacists' Board) વાર્ષિક સમાન્ય સભા (AGM) યોજાઈ હતી, જેમાં ચિરાગ સોલંકી (Chirag Solanki) બિનહરિફ રહેતા પ્રમુખ જાહેર કરાયા છે. ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ આખા ગુજરાત રાજ્યની સરકારી હોસ્પિટલનાં ફાર્માસિસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે. મંડળનો કાર્યકાળ બે વર્ષનો હોય છે અને હોદ્દેદારોની ચૂંટણી પણ દર બે વર્ષે યોજાય છે.

આ પણ વાંચો - Navsari : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું- એક સમયે નવસારી ઘસાતું હતું પરંતુ, મનપા બન્યા બાદ..!

Advertisement

ચિરાગ સોલંકી બિનહરીફ રહેતા પ્રમુખ તરીકે જાહેર કરાયા

આજે રવિવારે એટલે કે 20 એપ્રિલ-2025 નાં રોજ દિલ્હી દરવાજાનાં મેન્ટલ હૉસ્પિટલ (Mental Hospital, Ahmedabad) ખાતે ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળની વાર્ષિક સમાન્ય સભા (AGM) યોજાઈ હતી, જેમાં ચિરાગ સોલંકી બિનહરીફ રહેતા પ્રમુખ તરીકે જાહેર કરાયા છે. વર્ષ 2023-24 માં પ્રમુખે રાજીનામું આપતા ચિરાગ સોલંકીને 2024-25 વર્ષ માટે મહામંત્રી અને પ્રમુખની જવાબદારી પણ આપવામાં આવી હતી. હવે, તેઓ ફાર્માસિસ્ટનાં પ્રશ્નોને વાચા આપશે તથા સરકાર અને ફાર્માસિસ્ટ વચ્ચે એક મહત્ત્વની કડી બની પ્રશ્નોનું સુખદ અંત લાવવા પ્રયત્ન કરશે. ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળની વાત કરીએ તો આ મંડળની સ્થાપના 17 ડિસેમ્બર, 1973 નાં રોજ થઈ હતી. આ મંડળનો કાર્યકાળ બે વર્ષનો હોય છે અને હોદ્દેદારોની ચૂંટણી પણ દર બે વર્ષે યોજાય છે. આ મંડળ સમગ્ર રાજ્યની સરકારી હોસ્પિટલનાં ફાર્માસિસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે.

Advertisement

આ પણ વાંચો - Aravalli : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 282 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નાગરિકોને મળશે આ સુવિધા

આ મંડળમાં સામેલ સરકારી હોસ્પિટલો :

સરકારી મેડિકલ કોલેજ કુલ : 06
જનરલ હોસ્પિટલ કુલ : 22
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કુલ : 57
ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (GMERS ) કુલ:- 13
મેન્ટલ હોસ્પિટલ કુલ : 05
સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુલ- 427
જિલ્લા ક્ષય કેન્દ્ર કુલ : 33
વિભાગીય નાયબ નિયામક કચેરી :- 6

(1) આરોગ્ય વિભાગ (સામુહિક આરોગ્ય કેન્દ્રો)
(2) તબીબી સેવાઓ વિભાગ (જિલ્લા હોસ્પિટલ્સ, ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ, કોટેજ હોસ્પિટલ )
(3) તબીબી શિક્ષણ વિભાગ (મેડિકલ કોલેજો) તથા વડી કચેરીઓ-ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો - Sanand : ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાનાં 108 કુંડીનાં મહાયજ્ઞનું આયોજન, વાંચો વિગત

Tags :
Advertisement

.

×