Ahmedabad: 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર
- CG રોડ, SG હાઈવે, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ બંદોબસ્ત રહેશે
- નશીલા દ્રવ્યોનું સેવન ન થાય તેની તકેદારી રાખવા સૂચના
- સંવેદનશીલ વિસ્તારોમાં પણ રાખવામાં આવશે ખાસ બંદોબસ્ત
Ahmedabad માં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે. જેમાં અત્યાર સુધી 31 ડિસેમ્બર ઉજવણી માટે 16 અરજી મળી છે. તેમજ શહેર પોલીસ (Police)દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. લીસ્ટેડ બુટલેગરો સુધી વધુમાં વધુ કેસ કરવાની સૂચના અપાઇ છે. તેમજ 500થી વધુ બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે. તેમજ 300 જેટલા બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરાશે
CG રોડ, SG હાઈવે, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે CG રોડ, SG હાઈવે, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ બંદોબસ્ત રહેશે. તેમજ નશીલા દ્રવ્યોનું સેવન ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ અને મહિલા ક્રાઈમની ટીમ તૈનાત રહેશે. તથા સ્ટંટ કરનાર નબીરાઓ પર પણ ખાસ નજર રાખશે તથા સંવેદનશીલ વિસ્તારોમાં પણ ખાસ બંદોબસ્ત રાખવામાં આવશે.
31 ડિસેમ્બરની ઉજવણીને લઈને શહેર પોલીસ (Police) સજ્જ
અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને શહેર પોલીસ (Police) સજ્જ બની છે. શહેરના કેટલાક વિસ્તારો 31 ડિસેમ્બરની ઉજવણી માટે હોટ ફેવરિટ ગણાય છે, જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે અને ઉજવણી કરતા હોય છે. જે ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે શહેર પોલીસ (Police) દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસના 6,000થી વધારે પોલીસ કર્મીઓ 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન બંદોબસ્તમાં રહેશે. તમામ પોલીસ સ્ટેશન દીઠ બે વાહન ચેકીંગ માટે રહેશે. 2000 થી વધારે બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે. 200 થી વધારે બ્રેથ એનેલાઇઝર પોલીસ કર્મીઓને આપવામાં આવશે જેથી ડ્રિક કરીને વાહન ચલાવતા લોકોને પકડી શકાય. જ્યાં ભીડ વધારે થાય છે ત્યાં ડીસીપી કક્ષાના અધિકારી હાજર રહેશે. જેમાં એસજી હાઇવે, સીજી રોડ , સિંધુભવન, રિંગ રોડનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Gujarat: છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને નશો કરવો ભારે પડ્યો
પોલીસ (Police)ને અત્યાર સુધી કોઈ 16 જેટલા આયોજકોની અરજી મળી
અમદાવાદ શહેર પોલીસ (Police)ને અત્યાર સુધી કોઈ 16 જેટલા આયોજકોની અરજી મળી છે, જેમને અલગ અલગ ધારા ધોરણના પાલનની શરતે પરવાનગી આપવામાં આવશે. જેમાં મોટા ભાગની એટલે કે 6 જેટલી જગ્યા સોલા વિસ્તારની છે. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીનું આયોજન કરનાર આયોજકોએ એન્ટ્રી, એક્સિટ,સીસીટીવી, ફાયર સેફ્ટી , પ્રેક્ષકો માટે સિક્યુરીટી, મહિલા સિક્યુરીટી ગાર્ડ , મેટલ ડિરેક્ટર સહિતની ગાઇડલાઇન્સનુ પાલન કરવાનુ રહેશે.
આ પણ વાંચો: Gondal માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક, જાણો કેટલો હરાજીમાં ભાવ બોલાયો


