ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : જાણીતી રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યા છોલે ભટૂરે પણ થયો કડવો અનુભવ!

છોલે ભટૂરેમાંથી એક નહીં પણ બે વંદા નીકળ્યા હોવાનો દાવો પરિવાર દ્વારા કરાયો છે. ગ્રાહકે ઓનલાઈન અપ્લિકેશન પરથી ફૂડ મંગાવ્યું હતું.
10:44 PM May 15, 2025 IST | Vipul Sen
છોલે ભટૂરેમાંથી એક નહીં પણ બે વંદા નીકળ્યા હોવાનો દાવો પરિવાર દ્વારા કરાયો છે. ગ્રાહકે ઓનલાઈન અપ્લિકેશન પરથી ફૂડ મંગાવ્યું હતું.
Ahmedabad_gujarat_first
  1. Ahmedabad માં ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત
  2. સરખેજ નજીક રહેતા પટેલ પરિવારને થયો કડવો અનુભવ
  3. ગ્વાલિયામાંથી મંગાવેલા છોલે ભટૂરેમાંથી નીકળ્યો વંદો
  4. છોલે ભટૂરેમાંથી એક નહીં પણ બે વંદા નીકળ્યા
  5. પ્રહલાદનગરના ગ્વાલિયાના સ્વીટ્સમાંથી કર્યો હતો ઓર્ડર

અમદાવાદમાં (Ahmedabad) ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. શહેરનાં સરખેજ વિસ્તાર (Sarkhej) નજીક રહેતા પટેલ પરિવારને કડવો અનુભવ થયો છે. પરિવારનાં સભ્ય દ્વારા ગ્વાલિયામાંથી મંગાવેલા છોલે ભટૂરેમાંથી વંદો નીકળ્યો હોવાનો આરોપ થયો છે. છોલે ભટૂરેમાંથી (Chole Bhature) એક નહીં પણ બે વંદા નીકળ્યા હોવાનો દાવો પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રાહકે ઓનલાઈન અપ્લિકેશન પરથી ફૂડ મંગાવ્યું હતું.

આ પણ વાંચો - Chhota Udepur : ખનન માફિયાઓ સામે 150 લોકોની 'જનતા રેડ', 27 ડમ્પર-2 મશીન જપ્ત

ગ્વાલિયામાંથી મંગાવેલા છોલે ભટૂરેમાંથી નીકળ્યો વંદો!

આરોપ અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) સરખેજ વિસ્તાર નજીક રહેતા પટેલ પરિવારનાં એક સભ્ય દ્વારા ઓનલાઇન એપ્લિકેશન થકી પ્રહલાદનગરમાં (Prahladnagar) આવેલા ગ્વાલિયામાંથી (Gwalia) છોલે ભટૂરેનો આર્ડર કરવામાં આવ્યો હતો. પરિવારનો દાવો છે કે જ્યારે ખાવા માટે છોલે ભૂટેરેનું પેકેટ ખોલવામાં આવ્યું અને ચેક કર્યું તેમાંથી એક નહીં પણ બે વંદા નીકળ્યા હતા. આ ઘટનાનો ગ્રાહક દ્વારા વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. આ મામલે ગ્રાહકે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે.

આ પણ વાંચો - Vadodara : કોંગ્રેસ નેતાના પુત્ર સામે યુવતીએ લગાવ્યો દુષ્કર્મનો ગંભીર આરોપ

લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો પર ક્યારે લાગશે લગામ ?

નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વખત ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળી હોવાની અનેક ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. જો કે, તેમ છતાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો તેમની હરકતોથી બાજ નથી આવી રહ્યા. ત્યારે આરોગ્ય વિભાગની (Health Department) કામગીરી સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે. નાગરિકોનાં આરોગ્ય સાથે ચેડાં કરનારા આવા ઇસમો પર ક્યારે લગામ લાગશે ? તેવી ચર્ચા લોકો વચ્ચે થઈ રહી છે.

આ પણ વાંચો - Vadodara : MLA કેતન ઇનામદારના પત્રથી હડકંપ, મેરાકુવા દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડનો પર્દાફાશ!

Tags :
AhmedabadChole BhaturecockroachgujaratfirstnewsGwaliaOnline ApplicationPrahladnagarSarkhejTop Gujarati New
Next Article