Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ધ્વનિ પ્રદૂષણ મુદ્દે HC નાં આદેશોનું પાલન ન થતાં 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ' ની અરજી!

રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જે મામલે અગાઉ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.
ahmedabad   ધ્વનિ પ્રદૂષણ મુદ્દે hc નાં આદેશોનું પાલન ન થતાં  કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ  ની અરજી
Advertisement
  1. ધ્વનિ પ્રદૂષણ મામલે કોર્ટનાં આદેશનું પાલન ન કરવા બદલ અરજી (Ahmedabad)
  2. આદેશનું પાલન ન કરવા બદલ HC માં 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ' ની અરજી
  3. હાઈકોર્ટનાં વકીલ અમિત પંચાલ દ્વારા કરવામાં આવી અરજી
  4. આદેશોનું પાલન ન કરતા અધિકારીઓ સામે કાર્યવાહી થાય: વકીલ

Ahmedabad : રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ મામલે હાઈકોર્ટનાં આદેશોનું તંત્ર અને સત્તાધીશો દ્વારા પાલન ન થયું હોવા મામલે અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટનાં (High Court) વકીલે કોર્ટનાં આદેશનું પાલન ન કરવા બદલ 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ' ની અરજી કરી છે, જેમાં જાહેરહિતની અરજી પર HC નાં આદેશનું પાલન ન થતું હોવાની દલીલ કરવામાં આવી છે. સાથે જ આદેશોનું પાલન ન કરતા અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માગ કરાઈ છે. આ મામલે 2 એપ્રિલનાં રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો - Ahmedabad : નરોડામાં સામે રહેતી યુવતીની કરી હત્યા, પછી મિત્રના ઘરે ગયો યુવક અને..!

Advertisement

આદેશનું પાલન ન કરવા બદલ HC માં 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ' ની અરજી

રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ (Noise Pollution) સતત વધી રહ્યું છે, જે મામલે અગાઉ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ મામલે હાઈકોર્ટે પણ ધ્વનિ પ્રદૂષણ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે તંત્ર અને ઓથિરિટીને આદેશ કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે આ મામલે હાઈકોર્ટનાં વકીલ અમિત પંચાલ (Amit Panchal) દ્વારા અરજી કરવામાં આવી છે, જેમાં તંત્ર અને સત્તાધીશો દ્વારા હાઈકોર્ટનાં આદેશોનું પાલન ન થતા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની (Contempt of Court) અરજી કરાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Swaminarayan સંપ્રદાયની વધુ એક પુસ્તક વિવાદમાં! ભગવાન શિવ-પાર્વતીનું ઘોર અપમાન!

આદેશોનું પાલન ન કરતા અધિકારીઓ સામે કાર્યવાહી થાય: વકીલ અમિત પંચાલ

વકીલ અમિત પંચાલે કરેલી અરજીમાં જાહેરહિતની અરજી પર હાઈકોર્ટે કરેલા આદેશનું પાલન ન થતું હોવાની દલીલ કરી છે. ઉપરાંત, આદેશોનું પાલન ન કરતા અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી પણ માગ કરાઈ છે. રાજ્ય સરકાર, GPCB, AMC કમિશનર, અમદાવાદ (Ahmedabad) CP ને પક્ષકાર બતાવ્યા છે. આ મામલે હવે આગામી સુનાવણી 2 એપ્રિલનાં રોજ હાથ ધરાશે.

આ પણ વાંચો - Anand : પોતે DySP હોવાની ખોટી ઓળખ આપનાર નિશા વ્હોરા સામે નોંધાયો ગુનો

Tags :
Advertisement

.

×