Ahmedabad : શહેરમાં 'I LOVE MUHAMMAD' નાં પોસ્ટરથી વિવાદ! ઈમરાન ખેડાવાલાનું નિવેદન
- UP, મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ 'I LOVE MUHAMMAD'નાં પોસ્ટરથી વિવાદ (Ahmedabad)
- અમદાવાદનાં વિવિદ સ્થળે લાગ્યા 'I LOVE MUHAMMAD'નાં પોસ્ટર
- શહેરની શાંતિ ડહોળાય નહીં તે માટે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત
- આઈ લવ મહંમદના પોસ્ટરને લઈ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું નિવેદન
- "અમદાવાદમાં આઈ લવ મહંમદના પોસ્ટર ઈદ સમયના લાગેલા છે"
Ahmedabad : ઉત્તરપ્રદેશ બાદ ગુજરાતમાં પણ 'I LOVE MUHAMMAD'નાં પોસ્ટરથી વિવાદ વકર્યો છે. અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં 'આઈ લવ મોહમ્મદ' ના પોસ્ટર લાગતા કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. શહેરની શાંતિ ડહોળાય નહીં અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું (MLA Imran Khedawala) નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો - Rain Forecast in Navratri 2025 : ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Jamalpur | શહેરના વિવિધ સ્થળો પર લાગ્યા "આઈ લવ મોહમ્મદ"ના પોસ્ટર! | Gujarat First.
i love mohammad ના પોસ્ટર.
કાનપુર થી શરૂ થયેલ પોસ્ટર વિવાદ પછી ઉજ્જૈન માં i love મહાદેવ ના પોસ્ટર સાથે હિન્દુ સંગઠન સામે આવ્યા હતા
આસ્થા અને અસ્મિતા વચ્ચે ગુજરાત માં નવરાત્રી દરમિયાન i love… pic.twitter.com/Z6aEWGgCnH— Gujarat First (@GujaratFirst) September 27, 2025
જમાલપુર, દૂધેશ્વર, શાહપુર વિસ્તારોમાં 'I LOVE MUHAMMAD' પોસ્ટર લાગ્યા
યુપીનાં કાનપુરથી શરૂ થયેલો પોસ્ટર વિવાદે મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પગપેસારો કર્યો છે. અમદાવાદમાં (Ahmedabad ) નવરાત્રિ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ''આઈ લવ મોહમ્મદ' ના પોસ્ટર લાગતા વિવાદ સર્જાયો છે. જમાલપુર દરવાજા, દૂધેશ્વર, શાહપુર સહિતના વિસ્તારોમાં આ પોસ્ટર લાગ્યા છે. દહેગામના બહિયલ ગામમાં નવરાત્રિમાં કોમી હિંસા (Dehgam Riots) થઈ ચૂકી છે, ત્યારે અમદાવાદ શહેરમાં નવરાત્રિ પર્વ ટાણે શાંતિ ડહોળવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે? તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. નવરાત્રિ પર્વ (Navratri 2025) દરમિયાન 'આઈ લવ મોહમ્મદ' ના પોસ્ટરથી પોલીસ પણ એલર્ટ મોડમાં છે. વિવાદિત પોસ્ટર અંગે અલગ-અલગ ધારણાઓ છે. જોકે, પોલીસ દ્વારા શહેરનાં સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Valsad : બ્રિજ ધોવાતા 10 ગામના 15 હજાર લોકોએ કર્યું એવું કે તંત્રને આવી જશે શરમ!
લોકોને અપીલ કરું છું કે કોઈના ભડકાવવામાં ન આવેઃ MLA ખેડાવાલા
અમદાવાદામાં વિવિધ સ્થળે 'I LOVE MUHAMMAD' ના પોસ્ટર લાગવા અંગે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું (MLA Imran Khedawala) નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં 'I LOVE MUHAMMAD' ના પોસ્ટર ઇદે મિલાદ સમયના લાગેલા છે. પયગંબર પ્રત્યે પ્રેમ માટે આ પોસ્ટર લાગ્યા છે. રાજ્યમાં કેટલાક સ્થાનોએ કોમી છમકલા થયા છે. તેમણે કહ્યું કે, સાંપ્રદાયિક સોહાર્દ બગાડવાની કોશિશ એ રાજકીય હોઈ શકે છે. રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાય એ સૌની જવાબદારી છે. લોકોને અપીલ કરું છું કે કોઈના ભડકાવવામાં ન આવે અને કોઈપણ પ્રકારે શાંતિપૂર્ણ વાતાવરણ ન બગડવું જોઈએ. જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશનાં કાનપુરથી શરૂ થયેલ પોસ્ટર વિવાદ પછી ઉજ્જૈનમાં ' I Love Mahadev' નાં પોસ્ટર સાથે હિન્દુ સંગઠન સામે આવ્યા હતા. ત્યારે, આસ્થા અને અસ્મિતા વચ્ચે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન 'આઈ લવ મોહમ્મદ' પોસ્ટરથી ક્યાય વિવાદ ના વકરે તે એક ચિંતાનો વિષય બન્યો છે. જો કે, વર્તમાન પરિસ્થિતિને જોતા પોલીસ પણ એક્શન મોડમાં આવી છે.
આ પણ વાંચો - Bharuch મનરેગા કૌભાંડ : કોંગ્રેસ નેતા હીરા જોટવાને જામીન, 7.30 કરોડની છેતરપિંડીમાં છ આરોપી


