Ahmedabad: સરકારને મોટાપાયે ચૂનો લગાડવાના કૌભાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો
- ખ્યાતિકાંડની તપાસમાં સૌથી મોટી પોલંપોલ ખુલી
- સરકારને મોટાપાયે ચૂનો લગાડવાના કૌભાંડનો પર્દાફાશ
- પાત્રતા ન હોવા છતાં PMJAYના કાર્ડ બનાવાતા હતા
Ahmedabad: ગુજરાતમાં એક એવું કૌભાંડ થયું તેની ચર્ચા અત્યારે દેશભરમાં થઈ રહીં છે. લોકોને કોઈ મોટી સમસ્યા ના હોય તો પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ડૉક્ટરો ઓપરેશન કરવાનું કહેતા કહેતા અને દર્દીના પરિવારને મનાવીને ઓપરેશન માટે રાજી પણ કરી દેતા હતાં. પછી આ મામલે પોલ ખુલી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો કે અહીં તો PMJAY યોજના થકી સરકારના પૈસા પડાવવા માટે આવી ધાંધલીઓ ચાલતી હતીં.
આ પણ વાંચો: Narmada: AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની કરાઈ અટકાયત, જાણો શું છે મામલો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 6 વ્યક્તિઓની કરી ધરપકડ
આ કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સૌથી મોટી પોલંપોલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે, PMJAYમાં પાત્રતા ના હોય તો પણ એવા લોકોના પણ કાર્ડ બનાવવામાં આવતા હતાં. આમાં પૈસા આપીને કાર્ડ બનાવવામાં આવતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારે 6 વ્યક્તિઓની ધરપકડ કરી છે. હજી પણ આ મામલે મોટી વિગતો સામે આવી શકે તેમ છે. આ તો આવું તો આખા દેશમાં બનતું હશે?
આ પણ વાંચો: Rajkot શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખ બનવા હોડ, વોર્ડ પ્રમુખ બનવા જન્મ પ્રમાણપત્ર સાથે ચેડાં
દેશવ્યાપી આ પ્રકારનું કૌભાંડ ચાલતું હોવાની સંભાવના
આ કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હતી. અત્યારે 6 લોકોની અટકાયત કરવામાં આવી અને તેમની સામે આગળની કાર્યવાહી ચાલી રહીં છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જે લોકોને PMJAYમાં પાત્રતા જ ના હોય તેમના કાર્ડ કેવી રીતે બની શકે? આ માત્ર પૈસા દ્વારા જ શક્ય બની શકે. એનો અર્થ એ થયો કે, રૂપિયા ફેકવાથી ગમે તેવું સરકારી બનાવી શકાય એમ? ચિંતાની વાત તો એ છે કે, આ પ્રકારનું કૌભાંડ તો દેશવ્યાપી ચાલતું હોવાની સંભાવના છે. અને અર્થ એવો પણ થઈ શકે મોટા પ્રમાણમાં સરકાર સાથે છેતરપિંડી થઈ રહીં છે!
આ પણ વાંચો: Rajkot: પાકિસ્તાની આરોપી સગીરની સજા પૂર્ણ થતા ઘરવાપસી, કલેકટર બન્યા બજરંગી ભાઇજાન