Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Crime : 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને પછી...

Crime : અમદાવાદમાં શહેરમાં ગુના સતત વધી રહ્યા છે. શહેરના ઓઢવ વિસ્તારમાં એક 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, પડોશી શખ્સે આ સગીરા સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સામે...
ahmedabad crime   14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને પછી
Advertisement

Crime : અમદાવાદમાં શહેરમાં ગુના સતત વધી રહ્યા છે. શહેરના ઓઢવ વિસ્તારમાં એક 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, પડોશી શખ્સે આ સગીરા સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સામે આવી રહેલી માહિતી અનુસાર, પડોશી શખ્સે સગીરાને ચા બનાવી આપવાના બહાને ઘરે બોલાવ હતી અને તે સમયે તેની એકલતાનો લ્હાવો લઇને દુષ્કર્મ આચર્યું હતું.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે પડોશીમાં રહેતા જ એક શખ્સે તેની માસૂમતાનો ફાયદો ઉઠાવી ઘરે ચા બનાવી આપવાના બહાને બોલાવી હતી અને તેને ફટકારીને બે વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના ગત વર્ષ ડિસેમ્બર મહિનાની છે. આ વાતની કોઇને ખબર ન પડે તે માટે શખ્સે આ સગીરાને ધમકી આપી હતી. શખ્સે સગીરાને કહ્યું કે, જો કોઇને જાણ કરીશ તો તને હું જાનથી મારી નાખીશ. તે પછી સગીરાએ પોતાના હોઠ જાણે સીવી જ દીધા અને સતત 2 મહિના સુઘી તે ગુમસુમ જ રહેતી હતી. કોઇ બોલાવે તો પણ કોઇ ખાસ વાત ન કરતી. આ જોતા તેની માતાએ પુછ્યું કે શું થયું છે ત્યારે સગીરાએ પોતાની સાથે થયેલી ઘટના અંગે માતાને જાણ કરી.

Advertisement

સમગ્ર જાણકારી બાદ સગીરાની માતા પોતે ખૂબ ચોંકી ગઇ. ત્યારબાદ સગીરાની માતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : સચિવાલયના કર્મચારીઓ માટે ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી 70 બસનું લોકાર્પણ

આ પણ વાંચો - Giga Bhammar : ગીગા ભમ્મરના વધુ એક Video થી ખળભળાટ, આહીર સમાજને લઈ આપ્યું આ વાંધાજનક નિવેદન!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×