Ahmedabad: તંત્રની બુદ્ધિનું પ્રદર્શન કરતો વધુ એક નમૂનો! આ રીતે થશે શહેરનો વિકાસ?
- સ્ટેડિયમ પાંચ રસ્તા પર જ CCTV માટે થાંભલો ખડકી દેવાયો
- અહીં મોટી દુર્ઘટના અને જાનહાનિ પણ થઈ શકે તેવી સંપૂર્ણ સંભાવના
- પોતાની જવાબદારીને અદા કરવા તંત્ર ક્યારે ભાનમાં આવશે?
Ahmedabad: અમદાવાદમાં તંત્રની વધુ એક બેદરકારી અને બુદ્ધિના પ્રદર્શનનો નમૂનો સામે આવ્યો છે. સ્ટેડિયમ પાંચ રસ્તા પર CCTV માટે થાંભલો બનાવવા માટે રોડ પર થાંભલો ખડકી દેવાયો છે. આ બાબતે અનેકવાર અકસ્માત થયા છે અને થાંભલો અકસ્માતથી અથડાઈને ગોબા પડ્યાં છે. જેની સાબિતી છે આ સાથે જો સવાર અને સાંજ પિક અવરસમાં કોઈ ઓવર ટેક કરે તો મોટી ઘટના બની શકે છે અને જાનહાનિ થઈ શકે છે. અહીં કોઈ જાનહાનિ થાય તે હદ સુધીની તંત્રની બેદરકારી સામે આવી છે.
AMC Public Money Misuse : અમદાવાદમાં તંત્રની પોલમપોલનો વધુ એક બોલતો પુરાવો! | Gujarat First#AMCBloopers #AhmedabadSafety #CivicNegligence #RoadSafetyConcern #CCTVInstallationFail #AMCAccountability #PublicMoneyMisuse #AhmedabadTraffic #Gujaratfirst@AmdavadAMC pic.twitter.com/o4uIiAGR6c
— Gujarat First (@GujaratFirst) December 21, 2024
આ પણ વાંચો: બોપલ શીલજ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠીયા સમાન, તથ્યકાંડ સર્જાય તો...
આ થાંભલો અહીં જતા લોકો માટે જોખમી સાબિત થશે
હાલ જ એએમસીના બસ સ્ટેન્ડમાં બેસવાની જગ્યા નથી બનાવી, સિલજ બોપલ પાસે બ્રિજનો છેડો છે ત્યાં દીવાલ છે, તો સ્ટેડિયમ પાસે રોડ પર જ થાંભલો ખડકી દીધો છે, આમ તંત્રનું વધુ એક બુદ્ધિનું પ્રદર્શન રોડ પર જ થાંભલો ખડકી દીધો જે લોકો માટે જોખમ સાબિત થઈ રહ્યું છે. સ્ટેડિયમ પાંચ રસ્તા પર CCTV માટે રોડ પર જ થાંભલો ખડકી દીધો જ્યાં અધિકારીઓએ તેમની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે.
રોડ પર થાંભલો ખડકી દેવાતા અકસ્માતની ભીતિ
આ મામલે ગુજરાત ફર્સ્ટ જાગૃત મીડિયા તરીકે તંત્રના અધિકારીઓને ભાન કરાવે છે કે, આ થાંભલો કોઈનો જીવ લેશે! રોડ પર થાંભલો ખડકી દેતા અવાર નવાર અકસ્માત થાય છે. જો કોઈ નાના વિહલલ ઓવરટેક કરતા રોડ પર નજરઅંદાજ થાય તેવો થાંભલો કોઈ ધડાકા ભેર અથડાય તો મોટી દુર્ઘટના અને જાનહાનિ પણ થઈ શકે છે. પ્રજા ટેક્ષ ભરે છે અને સામે તંત્રની બેદરકારીથી આમ જનતા અને વાહન ચાલકો ટેક્ષની સાથે સાથે અગવડ અને જોખમ મળે છે ત્યારે આવા વધુ એક બુદ્ધિનું પ્રદર્શન અને રાહદારીઓ અને વાહનચાલકો માટે ભય સમાન તંત્ર ઝડપથી આ થાંભલો દૂર કરવો જોઈએ.
આ પણ વાંચો: Surat: લંપટ શિક્ષક વિજય પટેલે 7થી 8 વિદ્યાર્થિનીની કરી હતી છેડતી, CCTVમાં કરતૂત થઇ છતી
તંત્રના બુદ્ધિના પ્રદર્શન સામે વાહનચાલકોએ રોષ વ્યક્ત કર્યો
સ્ટેડિયમ પાંચ રસ્તા પર બનાવેલા થાંભલાથી તંત્રની બેદરકારી સાથે બુદ્ધિનું પ્રદર્શન કોઈનો જીવ લે તે સુધીનું જોખમ સાબિત થઈ શેક તેવી સ્થિતિ છે. આ રસ્તા પર વાહન ચાલકોની અવરજવર ખુબ જ વધારે રહેતી હોય છે, પરંતુ આ તંત્રના બુદ્ધિના પ્રદર્શન સામે રોષ વ્યક્ત કર્યો હતો. હવે જોવાનું એ છે કે, તંત્ર ક્યારે સફાળું જાગે છે અને પોતાની કામગીરી પૂર્ણ કરે છે.
અહેવાલઃ સચિન કડિયા, અમદાવાદ
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં વધુ PMJAY યોજના અંતર્ગત હોસ્પિટલની બેદરકારી! દર્દીનું મોત થતા પરિવારે કર્યો આવો આક્ષેપ


