Ahmedabad : ધંધુકાની હોસ્ટેલમાં વિદ્યાર્થી પર અત્યાચાર મુદ્દે DEO ની ટીમે શાળાને ફટકારી નોટિસ
- ધંધુકાની શાળાનાં હોસ્ટેલમાં વિદ્યાર્થી પર અત્યાચારનો મુદ્દો
- ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ધારદાર અસર!
- DEO ની ટીમે છાત્રાલયની મુલાકાત લઇ તપાસ કરી
- DEO ની ટીમે સત્તાધીશોનાં નિવેદન લીધા, નોટિસ ફટકારી
અમદાવાદનાં (Ahmedabad) ધંધુકાની શાળાનાં હોસ્ટેલમાં વિદ્યાર્થી પર અત્યાચાર મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. આ મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) દ્વારા રજૂ કરેલા અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ધંધુકાની (Dhandhuka) પચ્છમ છાત્રાલયની DEO ની ટીમે મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી અને સત્તાધીશોનાં નિવેદન લીધા છે. DEO ગ્રામ્ય એ શાળા સંચાલકોને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે.
આ પણ વાંચો - Gujarat : છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધામાં બાળકીની બલી ચઢાવી!
સગીર વિદ્યાર્થી સાથે સહવિદ્યાર્થીઓએ જ અમાનવીય વર્તન કર્યું!
અમદાવાદનાં (Ahmedabad) ધંધુકામાં આવેલા પચ્છમ છાત્રાલયમાં સગીર વિદ્યાર્થી સાથે સહવિદ્યાર્થીઓએ જ અમાનવીય વર્તન કર્યું હતું. આ મામલે, ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યા બાદ તેની ધારદાર અસર જોવા મળી છે. આ મામલે શિક્ષણ વિભાગને ફરિયાદ થતાં DEO ની ટીમ છાત્રાલયની મુલાકાતે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. અમદાવાદ ગ્રામ્ય DEO એ સંચાલક અને આચાર્યની રૂબરૂ પૂછપરછ કરી હતી અને નિવેદનો લીધા હતા. DEO ગ્રામ્યએ શાળા સંચાલકોને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે.
આ પણ વાંચો - Rajkot : ગોંડલમાં પરપ્રાંતીય યુવકના મોતના કેસ મામલે રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા
શાળા આચાર્ય અને સંચાલકને નોટિસ આપવામાં આવી છે : અમદાવાદ ગ્રામ્ય DEO
અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાએ આ ઘટનાએ નિવેદન આપતા કહ્યું કે, 15 દિવસ પહેલા આ ઘટના બની હોવાનો સંચાલકોનો દાવો છે. શાળા કક્ષાનાં બાળકોમાં આવી વિકૃતિ દુઃખદ બાબત છે. આ મામલે શાળા આચાર્ય અને સંચાલકને નોટિસ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, સંચાલકોએ ભવિષ્યમાં આવી ઘટના ના બને એની બાંહેધરી આપી છે. તમામ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. બીજી તરફ શાળા સંચાલક સુખદેવભાઈ ડોડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, શરૂઆતમાં બનાવથી અમે અજાણ હતા. 20 દિવસ પહેલા બનાવ બન્યો હતો. માર મારવાની ઘટના બાદ સમાધાન કરવામાં આવ્યું હતું. સમાધાન બાદ વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો. તમામ 5 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : ક્રાંતિકારી સપૂતોની યાદમાં 23 માર્ચે યોજાશે વીરાંજલિ કાર્યક્રમ


