Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : DRI ની મોટી કાર્યવાહી, એરપોર્ટ પરથી 37.20 કરોડનો ગાંજો ઝડપ્યો

અમદાવાદ કસ્ટમ્સનાં સહયોગથી DRI ના અધિકારીઓએ કાર્યવાહી કરી બેંગકોકથી આવી રહેલા 4 ભારતીય નાગરિકોને અટકાવી તપાસ કરી હતી.
ahmedabad   dri ની મોટી કાર્યવાહી  એરપોર્ટ પરથી 37 20 કરોડનો ગાંજો ઝડપ્યો
Advertisement
  1. નશીલા દ્રવ્યોની આંતરરાષ્ટ્રીય હેરફેરને DRI નો મોટો ફટકો (Ahmedabad)
  2. અમદાવાદ એરપોર્ટ પરથી 37.20 કરોડનો ગાંજો ઝડપાયો
  3. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો
  4. બેંગકોકથી આવેલા ચાર ભારતીય નાગરિકોની ધરપકડ

Ahmedabad : એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મોટી કાર્યવાહી કરી છે. નશીલા દ્રવ્યોની આંતરરાષ્ટ્રીય હેરફેર કરતા માફિયાઓને મોટો ફટકો પડ્યો છે. ડીઆરઆઈએ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 37.2 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો (Hydroponic Cannabis) જપ્ત કર્યો છે, જેની કિંમત આશરે રૂ. 37.2 કરોડ જેટલી થાય છે. આ કેસમાં 4 ની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Surat : છેલ્લા 1 વર્ષથી ફરાર લિસ્ટેડ બુટલેગર આખરે ઝડપાયો, નોંધાયેલા છે પ્રોહિબિશનનાં 13 ગુના

Advertisement

બેંગકોકથી આવી રહેલા 4 ભારતીય નાગરિકોને રોકી તપાસ કરી

DRI ના અધિકારીઓએ મળેલી ચોક્કસ બાતમીનાં આધારે અને અમદાવાદ કસ્ટમ્સનાં (Ahmedabad Customs) સહયોગથી કાર્યવાહી કરતાં બેંગકોકથી આવી રહેલા 4 ભારતીય નાગરિકોને અટકાવ્યા હતા. તેમની 6 ટ્રોલી બેગનાં નિરીક્ષણ દરમિયાન, અધિકારીઓને રિટ્ઝ અને ચીઝલ્સ જેવી બ્રાન્ડેડ ખાદ્ય ચીજોમાં હોશિયારીથી છુપાવવામાં આવેલા લીલા, ગઠ્ઠા જેવા પદાર્થનાં પેકેટો મળી આવ્યા હતા. રાસાયણિક વિશ્લેષણમાં આ પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજો હોવાની પુષ્ટિ થઈ છે, જે અદ્યતન માટી વિનાની તકનીકોનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા ગાંજાનું એક શક્તિશાળી, હાઈ-ગ્રેડ સ્વરૂપ હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Sabarkantha : પ્રાંતિજની મદરેસામાંથી ભાગેલા 8 બાળકો મામલે 3 શકમંદોની ધરપકડ

ચારેય શકમંદોની ધરપકડ કરવામાં આવી

આ મામલે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985ની જોગવાઇઓ હેઠળ આ માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા છે અને ચારેય શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. જણાવી દઈએ કે, છેલ્લા 10 દિવસની અંદર જ આ એરપોર્ટ પર આવી બીજી જપ્તી છે. આ પહેલા 20 એપ્રિલે, DRI એ બેંગકોકથી (Bangkok) આવી રહેલા અન્ય એક ભારતીય નાગરિકને અટકાવ્યો હતો અને 17.5 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો (Hydroponic Cannabis) જપ્ત કર્યો હતો. તાજેતરની કાર્યવાહી સાથે, જપ્ત કરાયેલો કુલ જથ્થો હવે 55 કિલોગ્રામથી વધુ થઈ ગયો છે.

આ પણ વાંચો - Gujarat BJP : શહેર-જિલ્લા ભાજપનાં નવા પ્રમુખોની જાહેરાત, જાણો કોના નામ પર લાગી મહોર ?

Tags :
Advertisement

.

×