Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ટ્રાફિક નિયમના ભંગ સામે હાઈકોર્ટનું કડક વલણ, પોલીસને કાર્યવાહીનો આદેશ

Ahmedabad : અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ અને ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગના વધતા કેસોને લઈને ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) એ અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) અને સ્થાનિક વહીવટી તંત્રની ઝાટકણી કાઢી છે.
ahmedabad   ટ્રાફિક નિયમના ભંગ સામે હાઈકોર્ટનું કડક વલણ  પોલીસને કાર્યવાહીનો આદેશ
Advertisement
  • ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓ હવે ચેતી જજો!
  • એક સપ્તાહ સુધી પોલીસ કરશે કડક કામગીરી
  • રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારા સામે કરશે લાલ આંખ
  • હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અપાઈ બાંહેધરી
  • બિસ્માર રોડ-રસ્તા, રોંગ સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે સવાલ
  • હાઈકોર્ટે કહ્યું માત્ર વાયદા નહીં પરિણામ જોઈએ

Ahmedabad : અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ અને ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગના વધતા કેસોને લઈને ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) એ અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) અને સ્થાનિક વહીવટી તંત્રની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે ટ્રાફિક નિયમોના અમલીકરણમાં ઢીલાશ દર્શાવવા બદલ નારાજગી વ્યક્ત કરી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “માત્ર વાયદાઓ નહીં, પરિણામો જોઈએ.” કોર્ટે ટ્રાફિક વિભાગને એક સપ્તાહ સુધી કડક કાર્યવાહી કરવા અને દર બુધવારે કામગીરીના અહેવાલની સમીક્ષા રજૂ કરવા આદેશ આપ્યો છે.

કાયદાનું અમલીકરણ નથી થઈ રહ્યું એ વાસ્તવિકતા : HC

સરકારી વકીલ જી એચ વીર્કએ રજૂઆત કરતા કહ્યું કે, અમદાવાદ પોલીસ સતત ખડેપગે રહીને કામ કરી રહી છે. જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે મોટા ભાગની પોલીસ કાર્યરત હતી. પોલીસે આ દરમિયાન 24 કલાક રાઉન્ડ ધી કલોક કામ કર્યું, ત્યારબાદ રથયાત્રા આવી તેમા પણ સતત ધ્યાન રાખી સફળતાપૂર્ણ તેને પૂર્ણ કરી. આટલું કામ હોવા છતાં પોલીસ સતત કામ કરી રહી છે. જેના પર કોર્ટે કહ્યું કે, 'અમને પોલીસની કામગીરી પર શંકા નથી પરંતુ કાયદાનું અમલીકરણ નથી થઈ રહ્યું એ વાસ્તવિકતા છે. લોકો જાણે નિઃસહાય થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે, અધિકારીઓ અને પોલીસને માત્ર SG હાઈ વે અને CG રોડ જ દેખાય છે. અમદાવામાં બીજા પણ વિસ્તાર છે, ત્યાં કામગીરીની જરૂરિયાત છે.' કોર્ટે સવાલ કર્યો કે, શું માત્ર ફરિયાદ કરીને સંતોષમાનવો એ ઘણું છે? જેના પર સરકારી વકીલે કહ્યું કે, અમે કામ કરવાની ખાતરી આપીએ છીએ.

Advertisement

Advertisement

અમને માત્ર વાયદા નહી પરિણામ જોઈએ : HC

સરકારી વકીલની ખાતરી બાદ કોર્ટે કહ્યું અમને માત્ર વાયદા નહીં પણ પરિણામ જોઇએ. કોર્ટે કહ્યું, અમે એક સપ્તાહનો સમય આપીએ છે. કોર્ટે વધુ સવાલ ઉઠાવતા કહ્યું કે, સવારથી સાંજ સુધી ભારે વાહનો શહેરમાં દોડે છે. જેના પર સરકારી વકીલે કોર્ટમાં કહ્યું અમે માત્ર નાના વાહનોને જ શહેરમાં ફરવાની મંજૂરી આપી હતી. બાંધકામ સાથે જોડાયેલા જે વાહનો ફરે છે તેમને વિશેષ કિસ્સામાં મંજૂરી આપવામાં આવે છે તો જ તે ફરી શકે છે.

ટાયર કિલરની અસર

શહેરમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ બંધ થાય તે માટે તંત્રએ ટાયર કિલર લગાવ્યા હતા, તેમ છતા પરિસ્થિતિ જેમની તેમ છે. કોર્ટમાં આ અંગે પણ સવાલો ઉઠ્યા હતા. કોર્ટે કહ્યું કે, 'આ તમામ પ્રયાસોમાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. જો કાયદાનું અમલીકરણ કડક નહીં હોય તો તમને કોઈ ગાંઠશે નહીં.' જોકે, લોકો આ મુદ્દે પોતે જાગૃત થાય તો તંત્રને મોટી રાહત મળી શકે છે, જેની સંભાવનાઓ હાલમાં નહીંવત જોવા મળી રહી છે. બાકી જો તંત્ર એક, બે વખત પ્રયત્ન કર્યા બાદ પોતાના કામમાં ઢીલાસ બતાવશે તો પણ જનતા જેમ ચાલતું આવ્યું છે તેમ ચલાવશે.

બિસ્માર રસ્તાઓ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ મામલે હાઇકોર્ટનો મોટો નિર્ણય

કોર્ટે કહ્યું, હવેથી દર બુધવારે કોર્ટ આ મેટર ચલાવશે. પોલીસ દ્વારા થતી કામગીરીનો અહેવાલ અંગે સમીક્ષા થશે. જેના પર પોલીસ વતી સરકારી વકીલે કોર્ટમાં ખાતરી આપતા કહ્યું કે, આગામી 1 સપ્તાહ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના મામલે પોલીસ કડક કામગીરી કરશે. નિયમોનું પાલન કરાવવા માટે પેનલ્ટી, લાયસન્સ સસ્પેન્ડ સિવાય શું પગલાં લઈ શકાય તે અંગે પણ વિચાર કરવા હાઇકોર્ટે સૂચન કર્યું.

આ પણ વાંચો :  Ahmedabad Airindia Crash: પ્લેન ક્રેશમાં નવો ઘટસ્ફોટ, વોલ સ્ટ્રીટ જર્નલનો ચોંકાવનારો દાવો

Tags :
Advertisement

.

×