Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : કુબેરનગરમાં જાહેર રસ્તા પર Dance Bar જેવી પાર્ટી, યુવતીએ બિભત્સ ચેનચાળા અને અશ્લીલ હરકતો કરી; Video Viral

Ahmedabad public obscene street dance Video viral : ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ ધરાવતા અમદાવાદ શહેરમાંથી એક શરમજનક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ahmedabad   કુબેરનગરમાં જાહેર રસ્તા પર dance bar જેવી પાર્ટી  યુવતીએ બિભત્સ ચેનચાળા અને અશ્લીલ હરકતો કરી  video viral
Advertisement
  • અમદાવાદમાં જન્મદિવસની ઉજવણીમાં ભૂલ્યા ભાન, Dance Video Viral
  • અમદાવાદના કુબેરનગર વિસ્તારનો વિડીયો વાયરલ
  • જન્મદિવસે યુવતીઓને બોલાવી કરાયો બિભત્સ ડાન્સ
  • મુકેશ મકવાણા નામના યુવકના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ
  • જાહેરમાં સ્ટેજ પર અશોભનીય વર્તન કરી રહ્યો છે યુવક

Ahmedabad public obscene street dance Video viral : ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ ધરાવતા અમદાવાદ શહેરમાંથી એક શરમજનક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. શહેરના સરદાર નગર વિસ્તારના કુબેરનગરમાં જાહેર રસ્તા પર થયેલી જન્મદિવસની ઉજવણીમાં યુવક-યુવતીઓએ બિભત્સ અને અશોભનીય હરકતો સાથે ડાન્સ કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

આ વાયરલ વીડિયો મુકેશ મકવાણા નામના યુવકના જન્મદિવસની ઉજવણીનો હોવાનું સામે આવ્યું છે. મુકેશ મકવાણાએ જાહેર રસ્તા પર ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવતીઓને બોલાવીને યુવકો તેની સાથે ડાન્સ કરી રહ્યા છે. પરંતુ, આ ડાન્સ માત્ર સામાન્ય મનોરંજન પૂરતો સીમિત ન રહ્યો. વીડિયોમાં યુવક (મુકેશ મકવાણા હોવાની ચર્ચા) અને યુવતી જાહેરમાં સ્ટેજ પર બિભત્સ ચેનચાળા અને અશ્લીલ હરકતો કરી રહ્યા છે. મુંબઈના બારની જેમ રોડ પર થયેલી આ ડાન્સ પાર્ટીમાં કેટલાક લોકો દ્વારા ચલણી નોટોનો વરસાદ પણ કરવામાં આવ્યો હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. મુકેશ મકવાણાએ પોતે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો, જેના કારણે તે ઝડપથી વાયરલ થયો. મુકેશ મકવાણા ગળામાં સોનાના દાગીના પહેરીને ડાન્સ કરી રહ્યા હોવાનું પણ વીડિયોમાં દેખાઈ આવે છે.

Advertisement

Advertisement

વડોદરા-સુરતના વિવાદ બાદ હવે અમદાવાદ (Obscene Dance Video)

હાલમાં જ નવરાત્રિના તહેવારો દરમિયાન વડોદરા અને સુરતના ગરબામાં કપલના અશ્લીલ વીડિયોને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ હવે અમદાવાદના કુબેરનગરની આ ઘટનાએ જાહેર સ્થળોએ વધતી જતી અશ્લીલતા અને સામાજિક મૂલ્યોના પતનની ચિંતા ઊભી કરી છે. જાહેરમાં, જ્યાં સામાન્ય લોકોની અવરજવર હોય, ત્યાં આ પ્રકારના બિભત્સ કૃત્યોથી સમાજ પર, ખાસ કરીને યુવા પેઢી પર ખોટી અસર પડે છે. વીડિયો જોનારા અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આ પ્રકારના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક લોકોએ તો ટિપ્પણી કરી છે કે આવું વર્તન ભારતના નહીં પણ બેંગકોક જેવી બદનામ ગલીઓના દ્રશ્યો જેવું લાગે છે.

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

જાહેરમાં કરવામાં આવેલી આ અશ્લીલ હરકતોનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી અનુસાર, આ ગંભીર બાબતની જાણ થતાં જ સરદારનગર પોલીસે સમગ્ર વીડિયો અને તેમાં સંકળાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા જાહેર સ્થળ પર અશોભનીય વર્તન કરવા બદલ અને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. આ પ્રકારની ઘટનાઓ માત્ર કાયદા-વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ સામાજિક જવાબદારી અને નૈતિકતાનો પણ પ્રશ્ન છે, જેના પર વિચાર કરવો અનિવાર્ય છે.

આ પણ વાંચો :  Surat : પાવન પર્વ પર વધુ એક બીભત્સ Video Viral

Tags :
Advertisement

.

×