Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સમસ્યા નહીં ઉકેલાય તો જનતા માટે આંદોલન પણ કરીશ : હાર્દિક પટેલ

હાર્દિક પટેલે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ચિંતા, આક્રોશ સાથે સમસ્યાનાં નિરાકરણ માટે વિનંતી કરી છે.
ahmedabad   સમસ્યા નહીં ઉકેલાય તો જનતા માટે આંદોલન પણ કરીશ   હાર્દિક પટેલ
Advertisement
  1. ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર (Ahmedabad)
  2. હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને આપી ચીમકી
  3. જરૂર પડશે તો જનતા માટે આંદોલન કરીશઃ હાર્દિક પટેલ
  4. વિરમગામની કથળેલી સ્થિતિ અંગે આક્રોશ સાથે લખ્યો પત્ર
  5. વિરમગામ શહેરમાં ગટરની સમસ્યાને લઈ MLA નો પત્ર

Ahmedabad : અમદાવાદ જિલ્લાના વિરમગામમાં (Viramgam) વારંવાર ગટર ઊભરાઈ જવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ઘરમાં ગંદા પાણી આવી જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ચિંતા, આક્રોશ સાથે સમસ્યાનાં નિરાકરણ માટે વિનંતી કરી છે. લોકોની સમસ્યાનો જલદી ઉકેલ નહીં આવતે તો હાર્દિક પટેલે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો - Mumbai-Ahmedabad Bullet Train Project : સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતો 36 મીટર ઊંચા પુલનું નિર્માણ

Advertisement

Advertisement

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ચિંતા સાથે આક્રોશ વ્યક્ત કર્યો

વિરમગામમાં (Viramgam) છેલ્લા ઘણા સમયથી વારંવાર ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે. વરસાદ દરમિયાન ગંદું પાણી ઘરમાં ઘૂસી આવતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ મામલે વાંરવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યા જસની તસ છે. આ મામલે હવે વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખી રજૂઆત કરી છે. માહિતી અનુસાર, હાર્દિક પટેલે પત્રમાં ચિંતા સાથે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે અને સમસ્યાનાં જલદી ઉકેલ માટે રજૂઆત કરી છે.

આ પણ વાંચો - VADODARA : વડોદરા એરપોર્ટના VIP લોન્જમાં ગરબાના ચિન્હ વાળું કાર્પેટ બિછાવતા વિરોધ

જરૂર પડશે તો જનતા માટે આંદોલન કરીશ : હાર્દિક પટેલ

ઉભરાતી ગટરો અને લોકોનાં ઘરોમાં ઘૂસી આવતા ગંદા પાણીની સમસ્યા અંગે હાર્દિક પટેલે (Hardik Patel) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવ્યું કે, વિરમગામનાં અનેક વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યા જસની તસ છે. ગટરને લીધે ઐતિહાસિક વિરમગામ શરમ અનુભવી રહ્યું છે. વિરમગામ શહેરનાં (Ahmedabad) લોકોને મારી પાસે અપેક્ષા છે. આ સાથે હાર્દિક પટેલે ચીમકી ઉચ્ચારી કે, નિરાકરણ નહીં આવે તો જન પ્રતિનિધિ તરીકે ખુલીને ઊભો રહીશ અને જરૂર પડશે તો જનતા માટે આંદોલન કરીશ.

આ પણ વાંચો - Gandhinagar : સરકારી કંપનીઓ ખાતર બારોબાર ખાનગી કંપનીઓને વેંચે છે, ભારતીય કિસાન સંઘના ગંભીર આક્ષેપો

Tags :
Advertisement

.

×