Ahmedabad: કામનું જે થવું હોય એ થાય! કહેવાતા નગરસેવકો પ્રજાના પૈસે શ્રીનગર જઈ મોજ કરશે
- 192 કોર્પોરેટર અને 30 અધિકારીઓ જશે શ્રીનગર
- અધધ બે કરોડ રૂપિયાના ખર્ચે કરશે મોજ મજા
- પાંચ રાત્રિ અને છ દિવસનો પ્રવાસ કરશે આ અધિકારીઓ
Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકાનાં કહેવાતા નગરસેવકો એટલે કે કોર્પોરેટર પ્રજાના પૈસે શ્રીનગર નો પ્રવાસ કરશે. 192 કોર્પોરેટર અને 30 અધિકારીઓ પ્રવાસે જવાના છે તેવું જાણવા મળ્યું છે. અમદાવાગની કોઈ ખાનગી ટ્રાવેલ્સ દ્વારા પ્રવાસે લઈ જવામાં આવશે. બે કરોડ રૂપિયાના ખર્ચે મોજ મજા કરશે. વિગતો એવી પણ જાણવા મળી છે કે, આ નગરસેવકો પાંચ રાત્રિ અને છ દિવસનો પ્રવાસ કરશે.
આ પણ વાંચો: Aapagiga Controversy: ‘મારી સામે આ એક ષડયંત્ર રચાયું છે’ મહંત વિજયબાપુએ તોડ્યું મૌન
પાંચ રાત્રિ અને છ દિવસનો પ્રવાસ કરશે આ અધિકારીઓ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કલમ 370 હટાયા પછી કાશ્મીરની સ્થિતિ, ત્યાંની રહેણીકરણી અને નગર રચના વગેરેનો અભ્યાસ કરવા માટે પ્રવાસનું આયોજન કરાયું હોવાનું તંત્રનું કહેવું છે. પરંતુ હકીકત એ છે કે, પ્રાથમિક સુવિધા પૂરી નહીં પાડી શકતા ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓ પૈસાનો વ્યય કરીને શ્રીનગર ની મુલાકાત લેશે. સામાન્ય બાબતોમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની ટીકા કરનાર વિપક્ષનાં સભ્યો પણ પ્રવાસમાં જોડાશે આમ જ્યારે લાભની વાત આવે ત્યારે બધા એક થઈ જાય છે.
આ પણ વાંચો: Dediapada: ‘અમારું પણ પુષ્પા-3 આવવાનું જ છે’ ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા તેવર


