Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફરની તપાસ એન્જસીએ કરી પૂછપરછ!

રમેશ વિશ્વાસકુમારની પૂછપરછમાં શું પ્રશ્નો પૂછાયા ? તે અંગે સૂત્રો તરફથી માહિતી મળી છે.
ahmedabad plane crash   દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફરની તપાસ એન્જસીએ કરી પૂછપરછ
Advertisement
  1. અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મહત્ત્વના સમાચાર (Ahmedabad Plane Crash)
  2. બચી ગયેલા યાત્રી રમેશ વિશ્વાસકુમારની પૂછપરછ કરાઈ!
  3. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરતા પહેલા પૂછપરછ કરાઈ!
  4. પૂછપરછ કરીને તપાસ એજન્સીએ ઔપચારિકતા બતાવી
  5. પ્લેનમાં બેઠા બાદ કેવી રીતે પ્લેન ક્રેશ થયું ? તે રમેશ વિશ્વાસકુમારે જણાવ્યું!

Ahmedabad Plane Crash : અમદાવાદમાં એરઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલ એક માત્ર મુસાફર રમેશ વિશ્વાસકુમારને (Vishwas Kumar) ગઈકાલે સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જો કે, ડિસ્ચાર્જ પહેલા તેમની પૂછપરછ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. જો કે, તપાસ એજન્સીએ આ પૂછપરછને ઔપચારિક બતાવી છે. રમેશ વિશ્વાસકુમારની પૂછપરછમાં શું પ્રશ્નો પૂછાયા ? તે અંગે સૂત્રો તરફથી માહિતી મળી છે.

આ પણ વાંચો - Rath Yatra 2025 : કામગીરી સમયે AMC ની ઘોર બેદરકારી! રથયાત્રા અંગે ઋષિકેશ પટેલનું નિવેદન

Advertisement

દુર્ઘટનામાં બચી ગયેલા યાત્રી રમેશ વિશ્વાસકુમારની પૂછપરછ કરાઈ!

અમદાવાદમાં એરઇન્ડિયાનું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત (Ahmedabad Plane Crash) થયું તેમાં રમેશ વિશ્વાસ કુમાર પણ સવાર હતા. સદનસીબે, પ્લેન ક્રેશની રુવાડા ઊભા કરે એવી દુર્ઘટનામાં રમેશ વિશ્વાસકુમારનો ચમત્કારિક બચાવ થયો હતો. રમેશ વિશ્વાસકુમારને (Ramesh Vishwas Kumar) થોડી ઇજાઓ પહોંચી હતી આથી, તેમણે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. ગઈકાલે રમેશ વિશ્વાસકુમારને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જો કે, માહિતી મળી છે કે ડિસ્ચાર્જ પહેલા રમેશ વિશ્વાસકુમારની તપાસ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ આ પૂછપરછને ઔપચારિક બતાવી છે.

Advertisement

આ પણ વાંચો - Botad : લાઠીદડ ગામે નદીમાં કાર તણાયાનો મામલો, લાપતા 5 નાં મૃતદેહ મળ્યા

પ્લેનમાં બેઠા બાદ કેવી રીતે પ્લેન ક્રેશ થયું ? તે વિશ્વાસે જણાવ્યું!

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પૂછપરછમાં પ્લેનમાં બેઠા બાદની સ્થિતિથી લઈને પ્લેન ક્રેશ કંઈ રીતે થયું ? તે બાબતે રમેશ વિશ્વાસકુમારે આખી ધટનાનું વર્ણન કર્યું છે. સૂત્રો મુજબ, રમેશ વિશ્વાસકુમારે તપાસ એજન્સીને જણાવ્યું કે પ્લેન ઉપડતાની સાથે જ કોઈ ખામી હોય તેવું લાગ્યું નહોતું. પ્લેન ક્રેશમાં કોઈ પ્રકારની શંકાને ધ્યાને રાખી એજન્સી તપાસ શરૂ કરી છે. જો કે, રમેશ વિશ્વાસકુમારને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરાયો હતો. હાલ, વિશ્વાસ કુમાર પોતાના વતન દીવમાં છે.

આ પણ વાંચો - Ahmedabad : ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ઉદેપુરથી ઝડપાયો

Tags :
Advertisement

.

×