ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : શૈક્ષણિક સત્ર ફરી ક્યારે શરૂ થશે ? BJ મેડિકલ કોલેજનાં ડીને આપી માહિતી

24 જૂને તમામ મૃતકો માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
06:28 PM Jun 17, 2025 IST | Vipul Sen
24 જૂને તમામ મૃતકો માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
Ahmedabad Plane Crash
  1. બી.જે મેડિકલ કોલેજનાં બોયઝ હોસ્ટેલ પર થયેલા પ્લેન ક્રેશનો મામલો (Ahmedabad Plane Crash)
  2. બી.જે મેડિકલ કોલેજનાં ડીને શૈક્ષણિક સત્રને લઇ આપ્યું નિવેદન
  3. આગામી 23 તારીખથી વિધાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થશે
  4. 24 જૂને તમામ મૃતકો માટે પ્રાર્થના સભા યોજવાનું આયોજન

Ahmedabad Plane Crash : અમદાવાદમાં 12 જૂનનાં રોજ મેઘાણીનગરમાં આવેલ બીજે મેડિકલ કોલેજની (BJ Medical College) મેસની બિલ્ડિંગ સાથે એરઇન્ડિયાનું (Air India) વિમાન અથડાયું હતું, જેમાં વિમાનમાં સવાર 240 થી વધુ મુસાફરો અને બિલ્ડિંગમાં હાજર તબીબ સહિતનાં કેટલાક લોકોનાં મોત નીપજ્યા હતા. ત્યારે હવે બીજે મેડિકલ કોલેજનાં ડીનનું નિવેદન સામે આવ્યું છે. આગામી 23 તારીખથી વિધાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થશે તેમ ડીને જણાવ્યું છે.

આ પણ વાંચો - Rain in Gujarat : ભાવનગરમાં વાહનો તણાયા, આવતીકાલે સ્કૂલો બંધ, સુરેન્દ્રનગરમાં નાયકા ડેમ ઓવરફ્લો

આગામી 23 તારીખથી વિધાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થશે

બી.જે મેડિકલ કોલેજનાં (BJ Medical College) બોયઝ હોસ્ટેલ પર થયેલા પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) બાદ કોલેજનાં ડીનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે શૈક્ષણિક સત્રને લઈ માહિતી આપી કે, આગામી 23 તારીખથી વિધાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થશે. 24 જૂને તમામ મૃતકો માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગોઝારી દુર્ઘટનામાં UG નાં વિધાર્થીઓની ડાઇનિંગ મેસ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે. આથી, અતુલ્યમ હોસ્ટેલમાં PG નાં વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. જે લોકોની રહેવાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે તેઓ માટે રૂમો ભાડે રાખીને રહેવાની વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો - Rajkot : સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ, પરિવાર, MPs, MLAs, સંતો-મહંતો, અગ્રણીઓ હાજર

વિદ્યાર્થીઓના રહેવા માટે રૂમ ભાડે રાખી રહેવાની વ્યવસ્થા કરાઇ : ડીન

કોલેજનાં ડીન ડો. મીનાક્ષી પરીખે (Dr. Meenakshi Parikh) વધુમાં જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ બચીને નીકળી ગયા તેમના મોટા ભાગનાં વિધાર્થીઓ પોતાના ઘરે ગયા છે. 100 જેટલા વિદ્યાર્થીઓ હજું પણ ત્યાં છે તેઓની હોસ્ટેલને કોઈ નુકસાન નથી થયું. ભોજન માટે મેસનું નવું બિલ્ડિંગ બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો - અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એક નવો વીડિયો થયો વાયરલ, ભયભીત થયેલા વિદ્યાર્થીઓ જીવ બચાવવા કુદ્યા

Tags :
Ahmedabad Plane crashAir India plane crashAir-IndiaAirline Flight CrashBJ Medical CollegeDr. Meenakshi ParikhFlight AI171GUJARAT FIRST NEWSPlane Crashplane crash AhmedabadTop Gujarati NewsVijay Rupani
Next Article