Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ઉતરાયણને લઈ વિવિધ ગુનામાં 49 આરોપીની ધરપકડ કરવામાં આવી

ચાઇનીસ દોરી તુક્કલ અને જોખમી હોય એ પ્રકારની દોરીના વપરાશ અંગે અમદાવાદ શહેર પોલીસ સક્રિય બની
ahmedabad  ઉતરાયણને લઈ વિવિધ ગુનામાં 49 આરોપીની ધરપકડ કરવામાં આવી
Advertisement
  • ઓનલાઇન ચાઈનીઝ દોરીના વેચાણ મામલે પણ નજર રખાઇ
  • અમદાવાદના રસ્તાઓ પર દોડીને પતંગ પકડી કે ઉડાવી શકાશે નહીં
  • 48 અલગ અલગ કેસ કરીને 49 આરોપીની ધરપકડ કરવામાં આવી

Uttarayan નો તહેવાર નજીક છે ત્યારે ચાઇનીસ દોરી તુક્કલ અને જોખમી હોય એ પ્રકારની દોરીના વપરાશ અંગે અમદાવાદ શહેર પોલીસ સક્રિય બની છે. ઉતરાયણના તહેવારની ઉજવણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નિયમ પ્રમાણે ઉપરાંત ચાઈનીઝની દોરી પર પ્રતિબંધ છે. છતાંય કેટલાક સ્થાન ઉપર ગેરકાયદેસર રીતે તેનો વિતરણ અને ઉપયોગ થતો હોય છે. તેના પર નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા 21 ડિસેમ્બરથી અત્યાર સુધી 48 અલગ અલગ કેસ કરીને 49 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

ઓનલાઇન ચાઈનીઝ દોરીના વેચાણ મામલે પણ નજર રખાઇ

માત્ર આટલું જ નહીં પરંતુ ઓનલાઇન ચાઈનીઝ દોરીના વેચાણ મામલે પણ નજર રાખવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમ દ્વારા પણ ઓનલાઇન ખરીદી, વેચાણ કરતા વ્યક્તિઓ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. પોલીસની ડ્રાઇવ દરમિયાન 97 ચાઈનીઝ દોરીના રીલ, 3 ચરખા સહિત 27980 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બીજી તરફ ઉતરાયણનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય, તે માટે ઉત્તરાયણ દરમિયાન 15 ડીસીપી, 19 એસીપી, 86 પીઆઈ, 291 પીએસઆઈ, 7840 પોલીસકર્મીઓ, 18 SRPની કંપનીઓ બંદોબસ્તમાં રહેશે. ઉતરાયણના તહેવાર સંદર્ભે શહેર પોલીસ દ્વારા જાહેર રસ્તા પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે પતંગ ઉડાવવા બાબતે પ્રતિબંધનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

Advertisement

અમદાવાદના રસ્તાઓ પર દોડીને પતંગ પકડી કે ઉડાવી શકાશે નહીં

અમદાવાદ પોલીસના જાહેરમાના પ્રમાણે અમદાવાદના રસ્તાઓ પર દોડીને પતંગ પકડી કે ઉડાવી શકાશે નહીં. રોડ પર ઉભા રહીને પતંગ ચગાવવાથી રાહદારી અને વાહનચાલકોને દોરી વાગવાના બનાવ બને છે. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. તા.10થી 31 જાન્યુઆરી સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.

જાહેરનામાના આદેશોનું ઉલંઘન કરનારને શિક્ષાને પાત્ર થશે

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણનાં તહેવારને અનુસંધાને તા.૧૦/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૫ સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર કોઈપણ વ્યક્તિને ઇજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહી કે જાહેર માર્ગ ઉપર દોડી પતંગ પકડી શકશે નહી જે અંગેનો પ્રતિબંધ ફરમાવુ છું. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧૦/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલંઘન કરનારને ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ પણ વાંચો: Gujarat પોલીસે જાતીય શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરની ધરપકડ કરી

Tags :
Advertisement

.

×