ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : ગોતા પાસે ખાનગી School Bus માં અચાનક લાગી વિકરાળ આગ

અમદાવાદનાં ગોતા વિસ્તાર નજીક ખાનગી સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની છે.
03:28 PM Dec 18, 2024 IST | Vipul Sen
અમદાવાદનાં ગોતા વિસ્તાર નજીક ખાનગી સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની છે.
  1. Ahmedabad નાં ગોતા વિસ્તારમાં સ્કૂલ બસમાં અચાનક લાગી આગ
  2. બાળકોને સમય રહેતા સુરક્ષિત બહાર કાઢી લેવાતા મોટી જાનહાનિ ટળી
  3. બસ લઈ જતા સમયે શોર્ટ સર્કિટનાં થતા આગ લાગી હોવાનાં પ્રાથમિક અનુમાન

અમદાવાદનાં (Ahmedabad) ગોતા વિસ્તાર નજીક એક ખાનગી સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ લાગવાની (Fire in School Bus) ગોઝારી ઘટના બની છે. જો કે, રાહતની વાત એ છે તે સ્કૂલ બસમાં સવાર તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે.

આ પણ વાંચો - Surat માં મહામંદીથી કંટાળેલા રત્નકલાકારે જીવન ટુંકાવ્યું

ખાનગી સ્કૂલ બસમાં અચાનક લાગી આગ, બાળકો સુરક્ષિત

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) ગોતા વિસ્તારમાં આવેલા વસંતનગર ટાઉનશીપ (Vasantnagar Township) પાસે ત્યારે અફરાતફરી મચી જવા પામી જ્યારે ત્યાંથી પસાર થતી એક ખાનગી સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી વિકરાળ હતી ધુમાડાનાં ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. જો કે, રાહતની વાત એ છે કે બસમાં સવાર તમામ બાળકોને સમય રહેતા બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી છે.

આ પણ વાંચો - Bhavnagar માં 6 લોકોનો જીવ લેનાર ડમ્પર ચાલકની ધરપકડ, બિન કાયદેસર ખનન કરતો હતો

શોર્ટ સર્કિટ થતાં સ્કૂલ બસમાં આગ લાગી હોવાનાં પ્રાથમિક અનુમાન

સ્કૂલ બસમાં આગ લાગી હોવાની માહિતી ફાયર બ્રિગેડને (Fire Brigade) મળતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. બસમાં આગ કયાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, સ્કૂલ બસમાં આગ લાગવાની જાણ વાલીઓને થતાં તેઓ પણ ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોત-પોતાનાં બાળકોને ઘરે લઈ ગયા હતા. જો કે, આ ઘટનાને પગલે વાલીઓ અને બાળકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની ચપેટમાં આવતા સ્કૂલ બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ છે. શોર્ટ સર્કિટ થતાં સ્કૂલ બસમાં આગ (Fire in School Bus) લાગી હોવાનાં હાલ પ્રાથમિક અહેવાલ છે.

આ પણ વાંચો - VADODARA : ક્રૂરતાપૂર્ણ દુષકર્મની ઘટનામાં પીડિતના પરિવારને ઝારખંડના મંત્રી મળ્યા

Tags :
AhmedabadBreaking News In Gujaratifire in School BusGotaGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In Gujarati
Next Article