ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : PMJAY યોજનાનાં બનાવટી કાર્ડનાં કૌભાંડમાં 6 આરોપીના રિમાન્ડ મંજૂર

સરકારી વકીલે દલીલ કરી હતી કે, છેલ્લા 2 વર્ષથી આરોપીઓ આ કામગીરી કરતા આવી રહ્યા છે.
05:30 PM Dec 18, 2024 IST | Vipul Sen
સરકારી વકીલે દલીલ કરી હતી કે, છેલ્લા 2 વર્ષથી આરોપીઓ આ કામગીરી કરતા આવી રહ્યા છે.
  1. PMJAY યોજના હેઠળ બનાવટી કાર્ડ બનાવવાનાં કૌભાંડનો મામલો (Ahmedabad)
  2. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 આરોપીને મેટ્રો પોલિટિન કોર્ટમાં રજૂ કરાયાં
  3. કોર્ટે 6 આરોપીનાં શનિવાર 3 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યાં
  4. કોર્ટમાં બચાવ પક્ષ અને સરકારી વકીલે કરી હતી દલીલ

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને PMJAY યોજનાનાં બનાવટી કાર્ડ બનાવવાનાં કૌભાંડ મામલે આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં બચાવ પક્ષ અને સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 6 આરોપીનાં શનિવારનાં 3 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા 6 આરોપીને આજે મેટ્રો પોલિટિન કોર્ટમાં રજૂ કરાયા હતા.

કોર્ટે રજૂ કરાયેલા 6 આરોપીનાં શનિવાર 3 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યાં

અમદાવાદનાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડની (Khyati Hospital kand) તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે PMJAY યોજના હેઠળ બનાવટી કાર્ડ બનાવવાનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જે હેઠળ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓની ધરપકડ કરી હતી અને આજે તમામ આરોપીઓને મેટ્રો પોલિટિન કોર્ટમાં (Metropolitan Court) રજૂ કરી 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓના શનિવારનાં 3 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો - વેપારીઓ માટે ઉઘરાણી કરશે પોલીસ: ફસાયેલા નાણા માટે સરકારે SIT ની રચના કરી

આરોપીઓ રીઢા ગુનેગાર નથી : બચાવ પક્ષ

કોર્ટમાં સુનાવણી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને પ્રશ્ન કરાયો હતો કે, આ અરજી સિવાયનાં કોઈ મુદ્દા રિમાન્ડ માટે છે ? ક્રાઈમ બ્રાન્ચે જવાબમાં કહ્યું હતું કે, હજું તપાસ ચાલી રહી છે અને તે અર્થે રિમાન્ડની જરૂરી છે. બચાવ પક્ષે કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, ક્યાં પોર્ટલ પરથી કામગીરી કરવામાં આવતી હતી તે જાણવું ખૂબ જ જરૂર હતું, જો કે આરોપીઓ દ્વારા તેની માહિતી આપવામાં આવી ચૂકી છે. 8 તારીખથી આરોપીઓ ક્રાઈમ બ્રાન્ચ સાથે જ હતા. તેઓ તપાસમાં પૂરતો સહયોગ આપી રહ્યા છે. બેંક એકાઉન્ટની તપાસ જરૂરી છે પરંતુ, તેમાં આરોપીઓની શારીરિક હાજરી જરૂરી નહિ. બચાવ પક્ષનાં વકીલ કહ્યું હતું કે, આરોપીઓ રીઢા ગુનેગાર નથી.

આ પણ વાંચો - Surat માં મહામંદીથી કંટાળેલા રત્નકલાકારે જીવન ટુંકાવ્યું

પ્રાઇવેટ કંપનીની કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તેની તપાસ જરૂરી : સરકારી વકીલ

બીજી તરફ સરકારી વકીલે દલીલ કરી હતી કે, છેલ્લા 2 વર્ષથી આરોપીઓ આ કામગીરી કરતા આવી રહ્યા છે. તપાસ માટે સમગ્ર ડેટા ક્રાઈમ બ્રાન્ચને આપી દેવામાં આવ્યો છે, પરંતુ હાલમાં તે ડેટામાં કોઈ નુકસાન નથી કરવામાં આવ્યું તેની તપાસ ચાલી રહી છે. આયુષ્માન કાર્ડમાં ઘણા પુરાવા મેચ થવાં જોઈએ તે ન થતાં હોવા છતાં કાર્ડ નીકળવામાં આવ્યા હતા. સરકારી વકીલે આગળ કહ્યું કે, સરકાર દ્વારા પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, ત્યાંથી પોર્ટલમાં લિંક થયેલું હોવાની આશંકા છે. આ કૌભાંડમાં પ્રાઇવેટ કંપનીની કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તેની તપાસ પણ જરૂરી છે.

આ પણ વાંચો - Ahmedabad : ગોતા પાસે ખાનગી School Bus માં અચાનક લાગી વિકરાળ આગ

Tags :
AhmedabadBreaking News In GujaratiCrime BranchGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKhyati Hospital KandKhyatiKandLatest News In GujaratiMetro CourtMetropolitan CourtNews In GujaratiPMJAY scheme Scam
Next Article