Ahmedabad : હાથીજણમાં 4 મહિનાની બાળકી પર હુમલો કરનારા રોટવિલર ડોગનું નિધન, આ છે કારણ!
- હાથીજણમાં બાળકી પર હુમલો કરનાર રોટવિલર ડોગનું નિધન થયું (Ahmedabad)
- 'રોકી' નામનાં રોટવિલર ડોગનું વેટરનિટિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું
- 13 મેનાં રોજ ડોગને CNCD વિભાગ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.
- ડોગનું રજિસ્ટ્રેશન માલિકે ન કરાવ્યું હોવાથી ડોગને કબ્જે કરાયો હતો
- રોટવિલર ડોગને બ્લડ પ્રોટોઝુઆની બીમારી હોવાની માહિતી
Ahmedabad : હાથીજણ વિસ્તારમાં (Hathijan) થોડા દિવસ પહેલા 4 મહિનાની માસૂમ બાળકી પર એક પાલતું રોટવિલર ડોગ (Rottweiler Dog) દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનાં હચમચાવે એવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ ઘટનામાં શ્વાન માલિક સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં (Vivekanandnagar Police Station) ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં વધુ એક મોટા સમાચાર આવ્યા છે. બાળકી પર હુમલો કરનારા 'રોકી' નામનાં રોટવિલર ડોગનું વેટરનિટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.
આ પણ વાંચો - War Mock Drill : મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, સિવિલ ડિફેન્સના DGP સહિતના અધિકારીઓની બેઠક
રજિસ્ટ્રેશન ન કરાવતા CNCD વિભાગે શ્વાનને કબજે કર્યો હતો
અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડન્સીમાં થોડા દિવસ પહેલા 4 મહિનાની માસૂમ બાળકી પર પાલતું રોટવિલર ડોગે અચાનક હુમલો કર્યો હતો, જેમાં બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ડોગનાં માલિક સામે ગુનો નોંધાયો હતો, જ્યારે 13 મેનાં રોજ CNCD વિભાગ દ્વારા ડોગને કબ્જે કરવામાં આવ્યો હતો. શ્વાન માલિક દ્વારા પાલતું ડોગનું રજિસ્ટ્રેશન ન કરાવતા CNCD વિભાગે કાર્યવાહી કરી શ્વાનને કબજે કરાયો હતો.
આ પણ વાંચો - Corona Cases in Gujarat : વધતા કોરોના સંક્રમણ અંગે અ'વાદ મેડિકલ એસો.નાં વાઈસ પ્રેસિડેન્ટનું નિવેદન
રૉટવિલર ડોગને બ્લડ પ્રોટોઝુઆથીની બીમારી, થયું મોત
માહિતી અનુસાર, રોટવિલર ડોગને બ્લડ પ્રોટોઝુઆની (Protozoan Disease) બીમારી હતી. આથી, શ્વાનને સારવાર અર્થે વેટરનિટી હોસ્પિટલમાં (Veterinary Hospital) એડમિટ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાનરોટવિલર ડોગનું નિધન થયું હોવાનાં સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે, શ્વાન માલિક દિલીપ પટેલ સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો - Ahmedabad : ક્રાઈમ બ્રાન્ચની વધુ એક સરાહનીય કામગીરી, 4 વર્ષીય બાળકીનાં અપહરણનો ભેદ ઉકેલ્યો