Ahmedabad: ડિજિટલ અરેસ્ટ કરી લાખોની સાયબર ઠગાઈ કરનાર રશિયન વ્યક્તિ ઝડપાયો
- ડિજિટલ અરેસ્ટ કરી રૂ.17 લાખની સાયબર ઠગાઈ કરી
- એન્ટોલિય મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ કરાઈ
- ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી
Ahmedabad: અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા 17 લાખની સાયબર ઠગાઈ (Cyber fraud)નો મામલો સામે આવ્યો છે. જેમાં તપાસ કરતા રશિયન વ્યક્તિનું નામ સામે આવ્યું છે. તેમાં એન્ટોલિય મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તથા રશિયન (Russian) આરોપીને પુણે પોલીસે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપ્યો હતો. જેમાં ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી વર્ષ 2015માં પહેલી વાર ભારત આવ્યો હતો અને બાદમાં સતત ભારત આવતો હતો તથા વર્ષ 2024માં 3 વાર ભારત આવી ચૂક્યો છે.
ગુનામાં સામેલ મહેફૂઝઆલમ શાહ અને નદીમખાન પઠાણની અગાઉ ધરપકડ કરાઈ હતી
આ ગુનામાં સામેલ મહેફૂઝઆલમ શાહ અને નદીમખાન પઠાણની અગાઉ ધરપકડ કરાઈ હતી. તેમાં નદીમ અગાઉ ગ્રાહક સુરક્ષાના અધિકારીની ઓળખ આપવા બાબતે ગુનો નોંધાયો હતો. રશિયન આરોપી ગેટકીપર તરીકે કામ કરતો હતો. જે એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં મોટી રકમ જમા થતી હતી, તેને હોટલમાં બોલાવી પૈસા ચાઈના ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી સાથે રાખતો હતો. તેમજ ક્રિપ્ટો અથવા તો અન્ય રીતે પૈસા ચાઈના પહોંચતા ત્યાં સુધી જોડે રહેતો હતો. જેમાં આરોપી અનેક વાર ભારત આવી ચૂક્યો છે, 2024માં 3 વાર ભારત આવ્યો હતો આની સાથે અન્ય એક રશિયન ગેટ કીપર હતો, જે ફરાર થઈ ગયો હતો. તથા આરોપીને 10 થી 15 ટકા કમિશન મળતું હતું જે ટેલીગ્રામ થકી આરોપી ચાઈનીઝ સાથે સંપર્કમાં હતો. ચાઈનીઝ વ્યક્તિ તેને એકાઉન્ટ હોલ્ડરની વિગતો આપતા હતા. જે હોલ્ડરને બોમ્બે, ગોવા અને દિલ્હીની હોટલોના બોલાવી પૈસા ચાઈનાના આરોપીને મોકલતો હતો.
આરોપીઓની સાથે ગુનામાં સામેલ અન્ય આરોપીઓની તપાસ ચાલી રહી છે
આરોપીઓની સાથે ગુનામાં સામેલ અન્ય આરોપીઓની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ડિજિટલ એરેસ્ટ (Digital arrest)મામલે રૂપિયા 17 લાખની ચીટિંગની તપાસમાં ગેટ કીપર મળ્યો છે. જેમાં આ મામલે સાયબર ક્રાઇમની ટીમે એક રશિયનની ધરપકડ કરી છે. રશિયન ગેટ કીપર મુંબઈ અને ગોવામાં રહેતો હતો. ગેટ કીપર પૈસા ચીન સહિત વિદેશમાં ટ્રાન્સફર કરતો હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઈમે રશિયન આરોપીને ગોવાથી ઝડપ્યો છે. અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. તેમજ પોલીસને આરોપી પાસેથી બે મોબાઇલ મળ્યા છે તેથી મોબાઈલ ડેટાને લઇ હાલમાં તપાસ ચાલી રહી છે. આરોપી ડિજિટલ અરેસ્ટ સિવાય પણ અન્ય ગુનામાં સંડોવાયેલ હોય તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે. રશિયન આરોપીની સાથે અન્ય પણ એક રશિયન હતો જે ત્યાંથી ભાગી ગયો છે તેને શોધવાની તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: Banaskantha જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરા, કાંકરેજ બાદ હવે દિયોદરમાં પણ વિરોધનો વંટોળ!


