Ahmedabad: સાબરમતી વિસ્તારમાં થયો પાર્સલ બ્લાસ્ટ, હકીકત જાણી તમે પણ ચોંકી જશો
- પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થતા બે ઈજાગ્રસ્ત
- પાર્સલ લાવનાર અને રિસિવ કરનાર ઈજાગ્રસ્ત
- પોલીસે બ્લાસ્ટ મામલે તપાસ શરૂ કરી
Ahmedabad: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પાર્સલ લાવનાર અને રિસિવ કરનાર ઈજાગ્રસ્ત થયા છે. જો કે, પાર્સલ બ્લાસ્ટ મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી દીધી છે.
Ahmedabad Parcel Blast : સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટની ઘટના | Gujarat First
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટ મામલે ચોકાવનારી બાબત સામે આવી
પારિવારિક અંગત અદાવાદના કારણે પાર્સલ મોકલી બ્લાસ્ટ કરાવી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ
ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ… pic.twitter.com/nnnAqkZXsK
— Gujarat First (@GujaratFirst) December 21, 2024
આ પણ વાંચો: દેવાસમાં ભયાનક આગ, પતિ-પત્ની અને 2 બાળકોના કરુણ મોત
પારિવારિક અંગત અદાવતમાં બ્લાસ્ટ કરાયો હોવાનું સામે આવ્યું
જો કે, પાર્સલ બ્લાસ્ટ મામલે ચોકાવનારી બાબત સામે આવી છે. પારિવારિક અંગત અદાવતના કારણે પાર્સલ મોકલી બ્લાસ્ટ કરાવી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે. ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યા હતો. આ સાથે રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવ્યો હોવાની હકીકત સામે આવી છે. આ કેસમાં નવો વળાંક આવ્યો હોવાનું સામે આવ્યું છે.
અદાવત રાખીને રૂપેણ બારોટે પ્લાસ્ટિક કરાવવા પાર્સલ મોકલ્યું
રૂપેણ બારોટના તેની પત્ની સાથે છુટાછેડા થયા છે. જે મહિલા સાથે છુટાછેડા થયા તે મહિલા બળદેવભાઈને ભાઈ માનતી હતી. પરંતુ રૂપેણ બારોટ માનતો હતો કે તેના છૂટાછેડા બળદેવભાઈના કારણે થયા છે. આથી છૂટાછેડાની અદાવત રાખીને રૂપેણ બારોટે પ્લાસ્ટિક કરાવવા માટે પાર્સલ મોકલ્યું હતું. ગૌરવ અને અન્ય બે લોકોને બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા. જેથી પોલીસ હવે નવી દિશામાં તપાસ શરૂ કરશે. આમાં અનેક કલમો લાગે તેવી પણ સંભાવનાઓ છે.
આ પણ વાંચો: બોપલ શીલજ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠીયા સમાન, તથ્યકાંડ સર્જાય તો...


