Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ‘સિંઘમ’ પર ભારે પડ્યા લુખ્ખા, લાચાર પોલીસને ભાગવું પડ્યું!

Ahmedabad: અમદાવાદમાં પોલીસને લુખ્ખા તત્વો સામે પોલીસને લાચાર બનીને ભાગવું પડ્યું હોવાનું સામે આવ્યું છે. આખરે કેમ પોલીસ લાચાર બની?
ahmedabad  ‘સિંઘમ’ પર ભારે પડ્યા લુખ્ખા  લાચાર પોલીસને ભાગવું પડ્યું
Advertisement
  1. રખિયાલમાં ગરીબ નગર પાસે અસામાજિક તત્વોના આતંક
  2. કાયદાનું પાલન કરાવવવાને બદલે પોલીસને જ ત્યાંથી ભાગવું પડ્યું
  3. રખિયાલમાં અસામાજિક તત્વો સામે ખુદ પોલીસ પણ લાચાર બની

Ahmedabad: અમદાવાદમાં હવે લુખ્ખા તત્વોનો આંતક વધી રહ્યો છે. પોલીસ લોકોની રક્ષા માટે છે પરંતુ જો પોલીસને જ ભાગવું પડે તો! અમદાવાદમાં પોલીસને લુખ્ખા તત્વો સામે પોલીસને લાચાર બનીને ભાગવું પડ્યું હોવાનું સામે આવ્યું છે. આખરે કેમ પોલીસ લાચાર બની? પોલીસ પાસે કાયદાનું પાલન કરાવવાની સત્તા છે અને સરકારે હથિયાર પણ આપ્યાં છે તો પણ પોલીસને કેમ લાચાર બનાવું પડ્યું? લાચાર તો બની જ પરંતુ સાથે સાથે ત્યાંથી ભાગવું પણ પડ્યું હતું.

Advertisement

લુખ્ખા તત્વો પોલીસ પર ભારે કેવી રીતે પડ્યા?

અમદાવાદના રખિયાલમાં ગરીબ નગર પાસે અસામાજિક તત્વોના આતંક મામલે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. રખિયાલની નૂર હોટેલથી શરૂ થયેલ માથાકૂટ બાપુનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પહોંચી હતી. રખિયાલમાં આતંક મચાવનાર ટોળકી બાપુનગર પહોંચતા પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરી શકી નહીં. પોલીસ ખુદ હવે ડરવા લાગી છે તો પછી સામાન્ય લોકોનું શું થશે? આવી રીતે લુખ્ખા તત્વો પોલીસ પર ભારે કેવી રીતે પડ્યા? પોલીસ મામલો થાળે પાડવા માટે ગઈ હતી કે ત્યાથી ભાગવા માટે?

Advertisement

પોલીસને કેમ લાચાર બનવું પડ્યું?

શું પોલીસનો ખૌફ અને પોલીસની તાકાત ગુંડાઓના રાજમાં ખતમ થઈ ગઈ છે? શું પોલીસ કોઈનાથી દબાયેલી છે? શા માટે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે ગઈ છે? આવા પ્રશ્નો હવે અમદાવાદ સહિત ગુજરાતની સામાન્ય જનતાને થઈ રહ્યાં છે. આખરે કાયદો અને વ્યવસ્થાને લઈને ગૃહવિભાગ અને પોલીસ વિભાગ કોઈ કાર્યવાહી કરશે ખરી? આ મુદ્દો હવે ચર્ચાઈ રહ્યો છે.

આ પણ વાંચો: Operation Asur: શરાબના બેખૌફ સોદાગરો અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો

રખિયાલમાં લુખ્ખા તત્વો સામે પોલીસને લાચાર કેમ બનવું પડ્યું?

અત્યારે અમદાવાદ પોલીસ પર અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. ખાસ કરીને ત્યારે જ્યારે રખિયાલમાં લુખ્ખા તત્વો સામે લાચાર બનવું પડ્યું. આ પોલીસ પર સૌથી મોટો દાગ કહીં શકાય. આ પહેલા પણ બાપુનગરમાં પોલીસે અસામાજિક તત્વો સામે હથિયાર હેઠા મુકી દીધા હતાં. પોલીસ પાસે સત્તા અને પાવર બન્ને છે છતાં પણ અસામાજિક તત્વો સામે લાચાર બનાવું પડે તો તે પોલીસ માટે શરમની વાત છે.

સમીર ઉર્ફે ચીકના મહેબૂબ મિયા શેખની ધરપકડ કરાઈ

જો કે, બાદમાં તો એક આરોપીની રખિયાલ પોલીસે ધરપકડ કરી છે. સમીર ઉર્ફે ચીકના મહેબૂબ મિયા શેખની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ફરાર અસામાજિક તત્વો આરોપી ઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે. પરંતુ કંલક લાગ્યો તેનું શું? રક્ષણ કરતી પોલીસ ખુદ ગુનેગારો સામે લાચાર બની તેના વીડિયો વાયરલ થયાં છે. જે મામલે અત્યારે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: વાહ અમદાવાદ! ઔડાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, રસ્તાને દિવાલથી જોડવા 80 કરોડના ખર્ચે બનાવ્યો બ્રિજ

Tags :
Advertisement

.

×