Ahmedabad: મણિનગરની હેબ્રોન સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો, વાલીએ ફરિયાદ કરી પણ શાળાએ મૌન સેવ્યું
- પહેલા ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીને મરાયો માર હોવાનો આરોપ
- વાલીએ શાળામાં ફરિયાદ કરવા છતાં શાળા દ્વારા ન લેવાયા હોવાનો દાવો
- વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી
Ahmedabad: અમદાવાદની એક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત રાજ્યની શિક્ષા વ્યવસ્થામાં એ પ્રાવધાન છે કે, કોઈ પણ બાળકને શારીરિક કે માનસિક શિક્ષા આપી શકાતી નથી. તો પછી અમદાવાદના મણિનગરમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં કેમ વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો? શું આ શાળાના શિક્ષક માટે કોઈ અલગ નિયમો ચાલે છે? આવી રીતે વિદ્યાર્થીઓને માર મારવાથી કેવી વિદ્યા આપી રહ્યાં છે. સરકારે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, બાળકોને કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક શિક્ષા નથી કરવાની!
- અમદાવાદની શાળામાં વિદ્યાર્થીને માર મારતા શિક્ષક મુશ્કેલીમાં
- મણિનગરની હેબ્રોન સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવા મુદ્દે
કાર્યવાહી
- DEO કચેરીએ શિક્ષકને સસ્પેન્ડ કરી પોલીસ ફરિયાદ કરવા કર્યો
આદેશ
- પહેલા ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીને શિક્ષકે માર માર્યાનો
આરોપ
- વાલીએ… pic.twitter.com/pPR5mGQX1a— Gujarat First (@GujaratFirst) February 24, 2025
આ પણ વાંચો: VADODARA : સરકારી શાળાની બહાર ઉકરડા જેવી સ્થિતી, VMC નિષ્ક્રિય
ફરિયાદ કરવા છતાં શાળા દ્વારા કોઈ પગલા ન લેવાયાઃ વાલી
ઘટનાની વાત કરવામાં આવે તો, અમદાવાદના મણિનગરની હેબ્રોન સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યોની ફરિયાદ સામે આવી છે. મળતી જાણકારી પ્રમાણે પહેલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર મરાયો માર હોવાનો વાલીએ આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં પરંતુ વાલીએ શાળામાં ફરિયાદ કરવા છતાં શાળા દ્વારા કોઈ પગલા ન લેવાયા હોવાનો દાવો કર્યો છે. જો કે, આ ઘટનાની જાણ થતાની સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Gandhinagar : TET-TAT ના ઉમેદવારો લડી લેવાના મૂડમાં, મંત્રીએ કહ્યું, 'ભરતી થશે જ'
શિક્ષકને તત્કાલિક સસ્પેન્ડ કરી પોલીસ ફરિયાદ કરવાના આદેશ
ખાસ કરીને વાત કરવામાં આવે તો, વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. જેથી DEO કચેરી એ શિક્ષકને તત્કાલિક સસ્પેન્ડ કરી પોલીસ ફરિયાદ કરવાના આદેશ કર્યાં છે. મહત્વની વાત એ છે કે, ડીઈઓ દ્વારા દરેક શાળાના શિક્ષકોને સૂચના આપી છે કે, બાળકોને પ્રેમ પૂર્વક અને ભાવ પૂર્વક ભણાવવા જોઈએ. જો કે, હેબ્રોન શાળામાં બનેલી આ ઘટનાને લઈને અત્યારે અનેક સવાલો થઈ રહ્યાં છે.


