Ahmedabad : 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં 848 પીડિતોને 26 કરોડનો મુદ્દામાલ પરત કરાયો!
- Ahmedabad શહેર પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજાયો
- ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન
- નાગરિકોનાં ખોવાયેલા અને ચોરાયેલા મુદ્દામાલ પરત કરાયો
- 848 ભોગ બનનારને અંદાજિત 26 કરોડનો મુદ્દામાલ પરત કરાયો
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 'સાઇબર સાથી' ચેટબોટનું લોકાર્પણ
Ahmedabad : અમદાવાદ શહેર પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' (Tera Tujhko Arpan) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, નાગરિકોનાં ખોવાયેલા અને ચોરાયેલા મુદ્દામાલ પરત કરાયા હતા. 848 ભોગ બનનારાઓને અંદાજિત 26 કરોડનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો. હર્ષભાઈ સંઘવીના હસ્તે 'સાઇબર સાથી' ચેટબોટનું (Cyber Sathi Chatbot) પણ લોકાર્પણ થયું હતું.
આ પણ વાંચો - Ahmedabad : સોલામાં પુત્રનો નિર્દયી કૃત્ય ; લગ્ન ન કરાવવાના ઝઘડામાં માતાની હત્યા
Ahmedabad પોલીસે 848 ભોગ બનનારને 26 કરોડનો મુદ્દામાલ પરત કર્યો
અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દ્વારા આજે પાલડીનાં ટાગોર હોલ ખાતે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, DGP વિકાસ સહાય (DGP Vikas Sahay), અમદાવાદ CP જી.એસ મલિક (CP G.S. Malik), મેયર, શહેરનાં સાંસદ અને ધારાસભ્યો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, પોલીસ દ્વારા નાગરિકોનાં ખોવાયેલા અને ચોરાયેલા મુદ્દામાલને પરત કરાયા હતા. માહિતી અનુસાર, 848 ભોગ બનનારને અંદાજિત 26 કરોડનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો. મોબાઈલ, દાગીના, અનફ્રીઝ થયેલા બેંક ખાતાના ચેક પણ પરત કરાયા હતા.
આ પણ વાંચો - Bhavnagar : રેસિડેન્ટ ડૉક્ટરે 100 ગોળીઓ ખાઈ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, તપાસ શરૂ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 'સાઇબર સાથી' ચેટબોટનું લોકાર્પણ
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (Harshabhai Sanghvi) હસ્તે 'સાઇબર સાથી' ચેટબોટનું પણ લોકાર્પણ થયું હતું. સાથે જ સાઇબર સાથી ચેટબોટનો નંબર 6357446357 જાહેર કરાયો હતો. નાગરિકો આ નંબર પર સમસ્યા અંગે મેસેજ કરતા ત્વરિત જાણકારી મેળવી શકશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને અપીલ કરતા કહ્યું હતું કે, સાઇબરમાં ભોગબનનાર લોકોને મારો મેસેજ છે કે ફ્રોડ થયા બાદ લોકો અને મિત્રો પાસે માહિતી મેળવી સમય બરબાદ ના કરશો. સૌથી પહેલા 1930 પર કોલ કરી ફરિયાદ લખાવવાનું કામ કરો. તેમણે જણાવ્યું કે, ગુજરાત પોલીસ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1930 માં કોલ કરતા કોલ વેટિંગમાં ના આવે અને સેંકડોમાં જ કોલ ઉપાડવામાં આવે તે માટે કોલ સેન્ટરમાં બમણી ભરતી કરવા વિચારણા ચાલી રહી છે.
આ પણ વાંચો - Gujarat BJP : ભાજપનાં નેતાએ પોતાની જ પાર્ટીનાં નેતા સામે કર્યા ગંભીર આક્ષેપ!