ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદીઓ આનંદો! આજથી શરૂ થશે Flower Show, જાણો આ વર્ષે શું છે ખાસ ?

ફીની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 પ્રવેશ ફી લેવાશે, જ્યારે...
06:48 AM Jan 03, 2025 IST | Vipul Sen
ફીની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 પ્રવેશ ફી લેવાશે, જ્યારે...
FlowerShow_Gujarat_first
  1. Ahmedabad માં આજથી શરૂ થશે Flower Show
  2. CM ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે શુભારંભ કરાશે
  3. ભારતનાં વિકાસની થીમ પર અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં

અમદાવાદમાં (Ahmedabad) આજથી ફ્લાવર શોની શરૂઆત થવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (Bhupendra Patel) હસ્તે ફ્લાવર શોને શુભારંભ કરાશે. મેયર પ્રતિભા જૈન પણ હાજર રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી યોજાશે. આ વખતનાં ફ્લાવર શોને (Flower Show) 6 ભાગમાં વહેંચ્યો છે. આ વખતે ભારતનાં વિકાસની થીમ પર ફૂલોમાંથી અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં છે.

આ પણ વાંચો - Ahmedabad: શહેરમાં આ તારીખથી યોજાશે ફ્લાવર શો, રૂ.500માં ખાસ લાઈનથી પ્રવેશ અપાશે

સ્કલ્પચર પર QR કોડ હશે જેને સ્કેન કરવાથી માહિતી મળશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે આજે ફ્લાવર શોનો શુભારંભ કરાશે અને જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. જણાવી દઈએ કે, આ વર્ષે ફ્લોવર શોમાં (Flower Show) ભારતનાં વિકાસની થીમ પર ફૂલોમાંથી અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં છે. દરેક સ્કલ્પચર પર QR કોડ હશે જેને સ્કેન કરવાથી સ્કલ્પચર અંગે માહિતી મળશે. ફીની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 પ્રવેશ ફી લેવાશે, જ્યારે શનિવાર અને રવિવારે રૂ.100 પ્રવેશ ફી લેવામાં આવશે.

આ પણ વાંચો - Ahmedabad: શહેરના બોપલ વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સના શો-રૂમમાં લૂંટની ઘટના

ટિકિટનું બુકિંગ સિવિક સેન્ટર પરથી પણ કરી શકાશે

માહિતી અનુસાર, સ્પેશિયલ કેસમાં ફ્લાવર શો નિહાળવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રૂ. 500 ફી આપીને ખાસ લાઈનમાં પ્રવેશ આપવામાં આવશે. ટિકિટનું બુકિંગ સિવિક સેન્ટર (Civic Center) પરથી પણ ઓનલાઇન કરી શકાશે. નોંધનીય છે કે, વર્ષ 2013 થી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે એટલે કે વર્ષ 2024 માં 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો - Ahmedabad: ડિજિટલ અરેસ્ટ કરી લાખોની સાયબર ઠગાઈ કરનાર રશિયન વ્યક્તિ ઝડપાયો

Tags :
AhmedabadAhmedabad Municipal CorporationAMCBreaking News In GujaratiChief Minister Bhupendra PatelCivic Centerflower show AhmedabadGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsIndia's developmentLatest News In GujaratiMayor Pratibha JainNews In GujaratiSabarmati Riverfront
Next Article