ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : આ વર્ષે Civil Hospital માં અંગદાનથી 124 ને નવજીવન મળ્યું, 08 સ્કીન દાન થયાં

સિવિલ હોસ્પિટલમાં મળેલા 124 અંગોમાં 72 કિડની, 32 લીવર, 13 હૃદય, એક સ્વાદુપિંડ, 06 ફેફસાનો સમાવેશ થાય છે.
09:37 PM Dec 31, 2024 IST | Vipul Sen
સિવિલ હોસ્પિટલમાં મળેલા 124 અંગોમાં 72 કિડની, 32 લીવર, 13 હૃદય, એક સ્વાદુપિંડ, 06 ફેફસાનો સમાવેશ થાય છે.
સૌજન્ય : Google
  1. Ahmedabad સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024 માં કુલ 36 અંગદાન થયા
  2. કુલ 124 અંગોનું દાન થતાં જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળ્યું
  3. આ વર્ષે સિવિલ હોસ્પિટલમાં 08 સ્કિનદાન પણ થયાં

સમગ્ર વિશ્વમાં અમદાવાદની (Ahmedabad) જાણીતી એવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) વર્ષ 2024 એટલે કે એક વર્ષ દરમિયાન કુલ 36 અંગદાન થયા છે જેણે 124 જેટલા જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મળેલા 124 અંગોમાં 72 કિડની, 32 લીવર, 13 હૃદય, એક સ્વાદુપિંડ, 06 ફેફસાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - Gujcet Exam 2025 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર, ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

બ્રેઇનડેડ 32 પુરુષ અને 04 મહિલાનાં અંગોનું દાન થયું

અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં થયેલ આ 36 અંગદાનોનાં અંગદાતાઓમાં 32 પુરુષ અને 04 મહિલા સામેલ છે જેઓ બ્રેઇનડેડ દર્દી હતા. માહિતી અનુસાર, 28 અંગદાતાઓ ગુજરાતનાં અને અન્ય 08 અંગદાતાઓ અન્ય રાજ્યોનાં હતા. સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) આ વર્ષે અંગદાનની સાથે-સાથે સ્કીનદાનમાં પણ શ્રેષ્ઠત્તમ કામગીરી આંરભવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad : 31 st ડિસે.ની ઉજવણીમાં યુવતીઓની સુરક્ષાને લઈ મહિલા પોલીસ વિભાગ એક્શનમાં

08 જેટલા સ્કીન દાન પણ થયાં

માહિતી અનુસાર, વર્ષ 2024 દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 08 જેટલા સ્કીન દાન (Skin Donation) પણ કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા સ્કીન દાન માટે 9428265875 નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પર સંપર્ક કરવાથી હોસ્પિટલની ટીમ સ્કીનનું દાન લેવા ઘરે આવે છે.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો - Gujarat: ખેડૂતે પશુપાલનના વ્યવસાયમાં મહિને રૂ.8 લાખની આવક મેળવી

Tags :
AhmedabadBreaking News In GujaratiCivil HospitalGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHeartskidneysLatest News In GujaratiLiverslungsNews In Gujaratiorgan donationOrgan Donorsskin donation
Next Article