Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : આઝાદીના પર્વની અનોખી ઉજવણી, 79માં સ્વતંત્રતા પર્વ પર 79 કિમીની મેરેથોન

ધ્યાન આચાર્ય સાથે અન્ય 3 યુવક 79 માં સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ 79 કિમીની મેરેથોન દોડ લગાવી.
ahmedabad   આઝાદીના પર્વની અનોખી ઉજવણી  79માં સ્વતંત્રતા પર્વ પર 79 કિમીની મેરેથોન
Advertisement
  1. Ahmedabad માં આઝાદીના પર્વની અનોખી ઉજવણી
  2. 79 માં સ્વતંત્રતા પર્વ પર 79 કિલોમીટરની મેરેથોન
  3. યુવાનોને પ્રેરણા મળે તે માટે અનોખી મેરેથોન દોડ
  4. ઝવેરી સર્કલ-નાના ચિલોડા-ઝવેરી સર્કલ સુધી દોડ

Ahmedabad : અમદાવાદમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે 'હર ઘર તિરંગા' અભિયાન (Har Ghar Tiranga Campaign) હેઠળ તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દરમિયાન, અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં 21 વર્ષના યુવાન ધ્યાન આચાર્ય (Dhyan Acharya) સાથે અન્ય 3 યુવક 79 માં સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ 79 કિમીની મેરેથોન દોડ લગાવી દેશભક્તોને સંદેશો આપી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી.

આ પણ વાંચો - અમિત ચાવડાનો ચોંકાવનારો દાવો; ગુજરાતમાં લાખો બોગસ, નકલી અને ભૂતિયા મતદારો મળ્યા

Advertisement

Advertisement

Ahmedabad માં 79 માં સ્વતંત્રતા પર્વ પર 79 કિલોમીટરની મેરેથોન યોજાઈ

દોડવીર ધ્યાન આચાર્યને તેની સિદ્ધિઓ માટે અનેક એવોર્ડ મળ્યા છે. રમત-ગમત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) તરફથી પણ ધ્યાન આચાર્યને સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે આ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ધ્યાન આચાર્યે ઝવેરી સર્કલથી નાના ચિલોડા સુધી 39.5 કિમીની અને પરત ઝવેરી સર્કલ સુધી આમ કુલ 79 કિમીની મેરેથોન કરી સવારે ઉગતા સૂરજ સાથે દોડ પૂરી કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરશે.

આ પણ વાંચો - અમદાવાદના વટવામાં ઈમરાન શેખે કેમ મહિલા ઉપર કર્યું ફાયરિંગ?

યુવાનોને પ્રેરણા મળે તે માટે અનોખી મેરેથોન દોડ

આજના યુવાનોને ખાસ ભાગદોડ ભર્યા જીવનમાં ફીટ રહેવાનો સંદેશો મળે અને યુવાનો વધુને વધુ દેશપ્રેમની ભાવના સાથે દેશના યુવાનો પ્રગતિ કરે, સ્વસ્થ્ય રહે અને સાથે જ દેશની પણ પ્રગતિ થાય તે હેતુંથી ધ્યાન આચાર્યે (Dhyan Acharya) ખાસ 79 કિમીની મેરેથોન દોડ લગાવી છે. આ અનોખી રીતે ઉજવણી કર્યાનો સંદેશો આ 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વે આપ્યો, જેમાં અમદાવાદનાં (Ahmedabad) 49 વર્ષીય પેથોલોજી ડો. ભાસ્કર ઠક્કર અને સાથે અન્ય 57 વર્ષીય અમિત ભટ્ટાચાર્ય પણ આ મેરેથોનમાં જોડાયા છે. નવા સંકલ્પ સાથે દર વર્ષે તેઓ જેટલા આઝાદીનાં વર્ષ થયા તેટલા કિમીની મેરેથોન કરવાના સંકલ્પ સાથે સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી દર વર્ષે કરશે.

અહેવાલ : સચિન કડીયા, અમદાવાદ

આ પણ વાંચો - સોમનાથમાં કોરિડોર ડિમોલિશનનો ભય! રાત જાગીને યુવાનો કરી રહ્યા છે દુઃખહરણ મંદિરનો પહેરો

Tags :
Advertisement

.

×