ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : લ્યો બોલો... મનપાની ઓફિસ જ જુગારનો અડ્ડો બની! Video વાઇરલ થતા ચકચાર

દરિયાપુર વોર્ડનાં કાઉન્સિલર દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
08:22 PM Jun 11, 2025 IST | Vipul Sen
દરિયાપુર વોર્ડનાં કાઉન્સિલર દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
Ahmedabad_Gujarat_first
  1. Ahmedabad મનપાની ઓફિસ જુગારનો અડ્ડો બની!
  2. શાહપુરની AMC ની મસ્ટર ઓફિસનો વીડિયો વાઇરલ
  3. ઓફિસને બહારથી તાળું માર્યું, અંદર ચાલતું હતું જુગારધામ!
  4. ઓફિસનાં સમયમાં જ કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા

અમદાવાદ (Ahmedabad) મનપાની ઓફિસ જાણે જુગનારનો અડ્ડો બની હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. શાહપુરની (Shahpur) AMC ની મસ્ટર ઓફિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં ઓફિસનાં કર્મચારીઓ જુગાર રમતા નજરે પડી રહ્યા છે. ઓફિસને (AMC) બહારથી તાળું મારી અંદર ડ્યૂટીનાં સમયે કર્મચારીઓ જુગાર રમતા હોય તેવી માહિતી સામે આવી છે. દરિયાપુર વોર્ડનાં કાઉન્સિલર દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે, આ મામલે ક્યારે અને કેવી કાર્યવાહી થાય તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો - Rajkot : નવા થોરાળાનાં બે યુવક ઢુંવા ફાટક નજીક રેલવે ટ્રેક પર જઈ સુઈ ગયા, ટ્રેનની અડફેટે મોત!

શાહપુરની AMC ની મસ્ટર ઓફિસમાં જુગાર રમતા કર્મચારીઓ ઝડપાયા

અમદાવાદ (Ahmedabad) મનપા ફરી એકવાર વિવાદમાં આવી છે. હાલ સોશિયલ મીડિયા પર શાહપુરની AMC ની મસ્ટર ઓફિસનો વીડિયો વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં કેટલાક કર્મચારી એએમસીની મસ્ટર ઓફિસમાં જ જુગાર રમતા નજરે પડે છે. ઓફિસ ટાઇમમાં કર્મચારીઓ જુગાર રમતાં ઝડપાયા હતા. ઓફિસને બહારથી તાળું મારીને કર્મચારીઓ પાછળનાં દરવાજે ઓફિસમાં જઈ અંદર જુગાર રમતા ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો - Surat : અક્ષરધામ મંદિરનાં સ્વયંસેવકને માર મારનારા 3 ઇસમનો પોલીસે જાહેરમાં 'વરઘોડો' કાઢ્યો!

દરિયાપુર વોર્ડનાં કાઉન્સિલરે વીડિયો બનાવ્યો!

માહિતી અનુસાર, દરિયાપુરનાં (Dariyapur Ward) કોર્પોરેટર સમીરા શેખે આ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાકે કહ્યું કે, એએમસીનાં કર્મચારીઓને પ્રજાની પ્રાથમિક સુવિધામાં રસ નથી. અમદાવાદ મનપાની (AMC) ઓફિસમાં જુગાર રમતા કર્મચારીઓનો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે હવે ક્યારે અને શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો - અંબાજી મંદિરમાં જેઠ સુદ પુનમે કેરીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો

Tags :
AhmedabadAhmedabad Municipal CorporationAMCAMC's muster officeDariapur corporator Sameera SheikhDariyapur wardgamblers Viral VideoGUJARAT FIRST NEWSShahpurTop Gujarati News
Next Article