Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સિવિલ મેડિસીટિની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં મહિલા દિવસની ઉજવણી

100 થી વધું મહિલા સ્ટાફ એ સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવી આત્મરક્ષણ માટે સજ્જ થઈ હતી.
ahmedabad   સિવિલ મેડિસીટિની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં મહિલા દિવસની ઉજવણી
Advertisement
  1. Ahmedabad સિવિલ મેડિસીટિની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં મહિલા દિવસની ઉજવણી
  2. મહિલા સ્ટાફ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમનું આયોજન કરાયું
  3. 100 થી વધું મહિલા સ્ટાફ એ સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવી આત્મરક્ષણ માટે સજ્જ થઈ

અમદાવાદ સિવિલ મેડિસીટિની (Ahmedabad Civil Medicity) સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ હતી. જે હેઠળ મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સની (Self-Defense Training) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 100 થી વધું મહિલા સ્ટાફ એ સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવી આત્મરક્ષણ માટે સજ્જ થઈ હતી.

આ પણ વાંચો - Surat : CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે જનસભા સંબોધિ, જાણો PM મોદી વિશે શું કહ્યું ?

Advertisement

100 થી વધું મહિલા સ્ટાફે સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવી

જણાવી દઈએ કે, 8 મી માર્ચ વિશ્વ મહિલા દિવસનાં ઉપલક્ષ્યમાં આજે અમદાવાદ સિવિલ મેડિસિટીની ગવર્ન્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટયૂટ (Government Spine Institute of Ahmedabad Civil Medicity) ખાતે ઉજવણી કરવામા આવી હતી, જેમાં સરકારી સ્માઈલ ઇન્સ્ટિટ્યૂટની 100 થી વધું મહિલા સ્ટાફ સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવીને આત્મરક્ષણ માટે સજ્જ બની હતી.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : એરપોર્ટ પર નવા 'ઉડાન યાત્રી કાફે' નું નાગરિક ઉડ્ડયન મંત્રીએ ઉદઘાટન કર્યું

મહિલા સ્ટાફ, દર્દીઓનાં સગા, ચાર કૉલેજની વિદ્યાર્થિનીઓ હાજર રહી

ગવર્ન્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટનાં નિયામક ડૉ. પિયુષ મિતલના (Dr. Piyush Mittal) નેતૃત્વ હેઠળ ડો. નિધિ ઠાકુર (IPS, સુપ્રિટેન્ડેન્ટ-સાબરમતી જેલ) (Dr. Nidhi Thakur), સંસ્થા ખાતેનાં વિવિધ વિભાગોનાં વડા આ સંસ્થા ખાતે આવ્યા હતા. 4 કોલેજનાં પ્રિન્સિપાલ તથા અમનદીપ ગોત્રા (Amandeep Gotra)– જનરલ સેક્રેટરી (થાઇબોક્ષિંગ એસોસિએશન-ગુજરાત) અને તેમની ટીમનાં સંયુક્ત પ્રયાસે હોસ્પિટલનાં મહિલા સ્ટાફ માટે સેલ્ફ ડિફેન્સનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામમાં ગવર્ન્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતેની તમામ મહિલા સ્ટાફ, દર્દીઓનાં સગા તેમ જ સંસ્થા ખાતે આવેલ ચાર કૉલેજની વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સ માટેની કેટલીક પદ્ધતિઓ શિખવાડવામાં આવી અને તેનો ઉપયોગ કરવા વિશે પણ માહિતગાર કરાયા હતા. તમામ મહિલાઓએ આ ઉજવણીમાં ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો - VADODARA : જિલ્લાની ત્રણ મહિલાઓને ડ્રોન ઉડાવવા સાથે મળી આત્મવિશ્વાસની પાંખો

Tags :
Advertisement

.

×