ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : "World Liver Day 2025" સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત કુલ 3 અંગ, બે આંખોનું દાન

અમદાવાદ સિવિલમાં સઘન સારવારનાં અંતે બ્રેઇનડેડ જાહેર થતાં સ્વજનોએ અંગદાન કર્યું. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 164 લીવરનું દાન મળ્યું છે.
12:14 AM Apr 20, 2025 IST | Vipul Sen
અમદાવાદ સિવિલમાં સઘન સારવારનાં અંતે બ્રેઇનડેડ જાહેર થતાં સ્વજનોએ અંગદાન કર્યું. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 164 લીવરનું દાન મળ્યું છે.
Ahmedbad_Gujarat_first
  1. Ahmedabad માં સિવિલમાં 188 માં અંગદાતા થકી લીવર, બે કિડની અને બે આંખોનું દાન મળ્યું
  2. ખેડબ્રહ્માના 17 વર્ષીય યુવાન અકસ્માત થતાં ગંભીર ઇજાઓનાં કારણે બ્રેઇનડેડ થયા હતા
  3. અમદાવાદ સિવિલમાં સઘન સારવારનાં અંતે બ્રેઇનડેડ જાહેર થતાં સ્વજનોએ અંગદાન કર્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) 188 માં અંગદાતા થકી લીવર, બે કિડની અને બંને આંખોનું દાન મળ્યું છે. ખેડબ્રહ્માનાં 17 વર્ષનાં યુવાન મનુભાઇ ઓડિયાને માર્ગ અકસ્માતમાં માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. અમદાવાદ સિવિલમાં સઘન સારવારનાં અંતે બ્રેઇનડેડ જાહેર થતાં સ્વજનોએ અંગદાન કર્યું. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 164 લીવરનું દાન મળ્યું છે. "વિશ્વ લીવર દિવસે" (World Liver Day 2025) અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત બે કિડની અને બે આંખોનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં અંગદાનના સેવાયજ્ઞમાં 188 મું અંગદાન થયું છે.

ખેડબ્રહ્માનાં વતની 17 વર્ષના યુવાન બ્રેઇનડેડ થતાં પરિવારે લીધો અંગદાનનો નિર્ણય

સમગ્ર વિગતો એવી છે કે, સાબરકાંઠા જિલ્લાનાં ખેડબ્રહ્માનાં વતની 17 વર્ષના યુવાન મનુભાઇ ઇન્દ્રેશભાઇ ઓડીયાને 12 એપ્રિલ, 2025 ના રોજ રાત્રે 8.30 કલાકે માર્ગ અકસ્માત નડ્યો હતો, જેમાં માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં પ્રથમ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ (Khedbrahma Civil Hospital) ત્યારબાદ સઘન સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને ત્યાર પછી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 16 એપ્રિલનાં રોજ લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 19 એપ્રિલ, 2025 નાં રોજ ડૉક્ટરોએ મનુભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.

આ પણ વાંચો - Surat: પોલીસ કમિશ્રનર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, વાહન ચાલકોને મળશે રાહત

બીજા 5 થી 8 લોકોની જીંદગી એક બ્રેઇનડેડ દર્દીમાંથી બચાવવાનો પ્રયાસ

મૃતક મનુભાઇના (Manubhai Odia) પિતા ઇંદ્રેશભાઇ તેમ જ તેમના દાદાએ ખુબ વિચારના અંતે આવી પરિસ્થિતિમાં મનુભાઇના અંગોનું દાન કરી બીજાનાં શરીરમાં મનુભાઇ જીવિત રહેશે એમ સમજી બીજા ત્રણ લોકોની જીંદગી બચાવવા અંગદાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ (Dr. Rakesh Joshi) જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અંગદાનનાં સેવાયજ્ઞ માટેની ટીમ સરકારની ગાઇડલાઇન મુજબ ICU માં રહેલ દર્દીઓને બચાવવા તેમ જ તેમાંથી જો કોઇ દર્દી કમનસીબે બ્રેઇનડેડ થાય તો રાત-દિવસ કાર્યરત રહી તેનું મેનેજમેન્ટ કરી સગાને અંગદાન કરવા સમજાવે છે અને એ રીતે બીજા 5 થી 8 લોકોની જીંદગી એક બ્રેઇનડેડ દર્દીમાંથી બચાવવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો - Amreli Letterkand : MLA સામે કોન્ટ્રાક્ટર, બુટલેગર, પોલીસ, અધિકારીઓ પાસે હપ્તા વસૂલીનો આરોપ

અત્યાર સુધીમાં કુલ 188 અંગદાતાઓ થકી કુલ 615 અંગોનું દાન

મનુભાઇના અંગદાનથી મળેલ બે કીડની, એક લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલનાં જરુરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. મનુભાઇથી મળેલ બે આંખોનું દાન સિવિલ મેડિસિટી કેમ્પસની (Civil Medicity Campus) જ એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વિકારવામાં આવ્યું. આમ, આ અંગદાનથી કુલ 3 લોકોની જીંદગી આપણે બચાવી શકીશું તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 188 અંગદાતાઓ થકી કુલ 615 અંગોનું દાન મળ્યું છે, જેમાં 164 લીવર, 342 કિડની, 11 સ્વાદુપિંડ, 60 હૃદય, 30 ફેફસા, 6 હાથ, 2 નાના અંતરડા અને 10 ચામડીનો સમાવેશ થાય છે. આ 188 અંગદાતાઓ થકી 597 વ્યકિતઓને જીવનદાન મળ્યું છે.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો - Rajkot : ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા સામે હનીટ્રેપનો મામલે, સામે પક્ષે યુવતીએ પણ નોંધાવી ફરિયાદ

Tags :
AhmedabadAhmedabad Civil HospitalDr Rakesh JoshiGUJARAT FIRST NEWShimmatnagar civil hospitalkhedbrahmaManubhai OdiaOrgans DonationTop Gujarati NewWorld Liver Day 2025
Next Article