Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : CTM વિસ્તાર પાસે છરીનાં ઉપરાછાપરી ઘા ઝીંકી યુવકની હત્યા

રેવાભાઈ એસ્ટેટ પાસે છરીનાં ઘા ઝીંકી યુવકની હત્યા નીપજાવવામાં આવી છે.
ahmedabad   ctm વિસ્તાર પાસે છરીનાં ઉપરાછાપરી ઘા ઝીંકી યુવકની હત્યા
Advertisement
  1. Ahmedabad નાં CTM વિસ્તાર પાસે હત્યાની ઘટના
  2. રેવાભાઈ એસ્ટેટ નજીક છરીનાં ઘા ઝીંકી યુવકની હત્યા કરાઈ
  3. અક્ષય ઉર્ફે ભુરિયા નામનાં આરોપીએ હુમલો કર્યો હોવાનું ખુલ્યું

અમદાવાદનાં (Ahmedabad) CTM વિસ્તાર નજીક હત્યાની વધુ એક ચકચારી ઘટના બની છે. રેવાભાઈ એસ્ટેટ પાસે છરીનાં ઘા ઝીંકી યુવકની હત્યા નીપજાવવામાં આવી છે. સામાન્ય બોલાચાલીમાં આ નિર્મમ હત્યા કરાઈ હોવાનું હાલ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : સુરતીઓ આનંદો! મુસાફરોની સુવિધામાં થયો વધારો, રાજ્ય સરકારે આપી આ ખાસ ભેટ

Advertisement

સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા

અમદાવાદનાં (Ahmedabad) સીટીએમ વિસ્તાર નજીક શનિવાર સવારે હત્યાની ઘટના બની છે. રેવાભાઈ સ્ટેટ પાસે આ હત્યાનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, સામાન્ય બોલાચાલીમાં શખ્સ દ્વારા યુવકને છરીનાં ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર ઇજાઓનાં કારણે યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હત્યા કરી આરોપી ત્યાંથી ફરાર થયો હતો. સ્થાનિક લોકો દ્વારા રામોલ પોલીસને (Ramol Police) હત્યા અંગે જાણ કરાતા ટીમ ત્યાં પહોંચી હતી.

Advertisement

આ પણ વાંચો - Gujarat Winter : રાજયમાં કાતિલ ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા, હવામાન વિભાગે કરી આ આગાહી

આરોપીની ઓળખ અક્ષય ઉર્ફે ભુરિયા તરીકે થઈ

રામોલ પોલીસે યુવકનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી હાલ હત્યાનો ગુનો નોંધી હત્યારાને શોધ આદરી છે. પોલીસ તપાસમાં યુવકની હત્યા કરનારા આરોપીની ઓળખ અક્ષય ઉર્ફે ભુરિયા તરીકે થઈ છે. પોલીસે મૃતક યુવકનાં પરિવારજનોનો સંપર્ક કરવા તજવીજ હાથ ધરી છે. જો કે, યુવકની હત્યા પાછળનું મુખ્ય કારણ શું છે ? તે હાલ જાણી શકાયું નથી.

આ પણ વાંચો - Bhavnagar: ભાવનગર રેન્જ IGનું સરપ્રાઈઝ ચેકિંગ, નિષ્ઠાવાન પોલીસ કર્મીની કામગીરીને બિરદાવી

Tags :
Advertisement

.

×