Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ચિંતાજનક વધારો, ડિસેમ્બરના 10 દિવસમાં આટલા દર્દીઓ વધ્યા

અમદાવાદમાં સતત પાણીના નમૂનાઓ ચેક કરવામાં આવે છે છતા પાણીજન્ય રોગચાળામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને દાણીલીમડા, વટવા, લાંભા, રખિયાલ અને ગોમતીપુર વિસ્તારમાં કેસો વધ્યા છે. જ્યારે ડેન્ગ્યુના કેસોમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે. બાળકોને થતાં ઓરીના કેસો પણ ચાલુ મહિનામાં વધારે નોંધાયા છે.દરરોજ નોંધાતા કેસ વધ્યાડિસેમ્બરના માત્ર 10 દિવસમાં ટાઇફોઇડના 156, ઝાડા ઉલ્ટીના 130, કમળાના
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ચિંતાજનક વધારો  ડિસેમ્બરના 10 દિવસમાં આટલા દર્દીઓ વધ્યા
Advertisement
અમદાવાદમાં સતત પાણીના નમૂનાઓ ચેક કરવામાં આવે છે છતા પાણીજન્ય રોગચાળામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને દાણીલીમડા, વટવા, લાંભા, રખિયાલ અને ગોમતીપુર વિસ્તારમાં કેસો વધ્યા છે. જ્યારે ડેન્ગ્યુના કેસોમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે. બાળકોને થતાં ઓરીના કેસો પણ ચાલુ મહિનામાં વધારે નોંધાયા છે.
દરરોજ નોંધાતા કેસ વધ્યા
ડિસેમ્બરના માત્ર 10 દિવસમાં ટાઇફોઇડના 156, ઝાડા ઉલ્ટીના 130, કમળાના 122 અને ડેન્ગ્યુના 68 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે ઓરીના રોજના 10 કેસો પણ નોંધાયા છે. 60000થી વધુ બાળકોને રસી પણ આપવામાં આવી છે.
કેસોમાં નોંધપાક્ર વધારો થતાં ચિંતા વધી
ચાલુ મહિનામાં ડિસેમ્બરમાં 10 ડિસેમ્બર સુધીમાં પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 156, ઝાડા ઉલટીના 130 અને કમળાના 122 કેસો તેમજ કોલેરાનો 0 કેસ નોંધાયો છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. ડેન્ગ્યુના 68, મેલેરિયાના 9, ચિકનગુનિયાના 7 અને ઝેરી મેલેરિયા 4 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગો શહેરના પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા, લાંભા, વટવા સરસપુર, રખિયાલ અને ગોમતીપુરમાં વધ્યા છે. ખાવા-પીવાની વસ્તુઓમાં ભેળસેળ જેવી કે કલર વગેરેના કારણે કેસો વધ્યા છે.
બાળકોમાં ઓરીના કેસ વધ્યા
શહેરમાં બાળકોમાં ઓરીના કેસોમાં મહિનામાં વધારો થયો છે. રોજના 10 જેટલા ઓરીના કેસો આવી રહ્યાં છે. છેલ્લા બે મહિનામાં કેસોમાં વધારો જોવા મળ્યો હતો નવ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોમાં ઓરીના કેસો જોવા મળે છે. ઓરીની રસી જે બાળકોએ મુકાવી ન હોય અથવા માત્ર એક જ ડોઝ લીધો હોય તેમજ રસી ન લીધી હોય તેવા બાળકોમાં ઓરીના કેસો જોવા મળ્યા છે. નાના બાળકોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વિવિધ એનજીઓ અને સંસ્થાઓ મળી અને આ બાબતે જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ કરી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×