Amreli : સમઢીયાળા ગામે અચાનક પવનચક્કીનાં બે ભાગ થયા, પછી લાગી વિકરાળ આગ
- Amreli ના સમઢીયાળા ગામે પવનચક્કીમાં આગ લાગી
- અકસ્માતે ખાનગી કંપનીની પવનચક્કીનાં થયા હતા 2 ભાગ
- પવનચક્કીનો એક ભાગ 66 કેવી વીજલાઇન પર પડ્યો હતો
- 2 કિલોમીટર સુધી આગનાં ગોટેગોટા જોવા મળ્યા
અમરેલીનાં (Amreli) સમઢીયાળા ગામે પવનચક્કીમાં ભીષણ આગ (Fire in Windmill) લાગી હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતે ખાનગી કંપનીની પવનચક્કીનાં 2 ભાગ થયા હતા. પવનચક્કીનો એક ભાગ 66 KV વીજલાઇન પર પડ્યો હતો, જેથી આગ ભભૂકી ઊઠી હતી અને 2 કિલોમીટર સુધી આગનાં ગોટેગોટા જોવા મળ્યા છે. પવનચક્કીમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : તમારા ઘરે પણ 'પેટ ડોગ' છે, તો આ સમાચાર જરૂર વાંચો નહીંતર થશે મોટું નુકસાન!
અકસ્માતે ખાનગી કંપનીની પવનચક્કીનાં થયા હતા 2 ભાગ
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લાનાં (Amreli) સમઢીયાળા ગામ નજીક આવેલી ખાનગી કંપનીની પવનચક્કીનાં અચાનક 2 ભાગ થયા હતા, જે બાદ પવનચક્કીનો એક ભાગ 66 કેવી વીજલાઇન પર પડતા વિકરાળ આગ (Fire in Windmill) લાગી હતી. પવનનાં કારણે 2 કિલોમીટર સુધી આગનાં ગોટેગોટા જોવા મળ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને (Fire Brigade) કરતા ટીમ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો - Banaskantha: ડીસાના જાવલ ગામમાં હત્યાનો ઉકેલાયો ભેદ! પિતરાઈ બહેને પ્રેમી સાથે મળી ખેલ્યો ખૂની ખેલ
પવનચક્કીનો એક ભાગ 66 કેવી વીજલાઇન પર પડતા આગ લાગી
ઘટનાને પગલે સ્થાનિક પોલીસની (Amreli Police) ટીમ પણ ત્યાં પહોંચી છે. માહિતી અનુસાર, સમઢિયાળાથી નીલવડા વચ્ચે પવનચક્કી ઊભી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, અગાઉ પણ ખાખરિયા પંથકમાં (Khakharia) ટ્રાયલ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. બાબરા પંથકમાં દિવસ ઊગ્યે પવનચક્કીનાં વિવાદ ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : જાણીતી રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યા છોલે ભટૂરે પણ થયો કડવો અનુભવ!


