Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: સરકારી નોકરી વાંચ્છુકો માટે માઠા સમાચાર, વેરહાઉસ નિગમની 144 જગ્યાઓ રદ્દ

Warehouse Corporation: નવી જગ્યા ઉભી કરવાના બદલે વિચિત્ર કરવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે? વેરહાઉસ નિગમની 144 જગ્યાઓ કેમ રદ્દ કરાઈ?
gujarat  સરકારી નોકરી વાંચ્છુકો માટે માઠા સમાચાર  વેરહાઉસ નિગમની 144 જગ્યાઓ રદ્દ
Advertisement
  1. વેર હાઉસ નિગમની 144 જગ્યાઓ કરાઈ રદ્દ
  2. વર્ગ-3 અને 4ની 144 જગ્યાએ અચાનક રદ્દ
  3. રાજ્યના કૃષિ વિભાગે જગ્યા રદ્દનો કર્યો નિર્ણય

Warehouse Corporation: લાખોની સંખ્યાં અત્યારે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યાં છે. સરકાર દ્વારા કોઈ મોટી ભરતી પાડવામાં આવે તેની રાહ પણ જોઈ રહ્યાં છે. દિવસ રાત એક કરીને લોકો 16-16 કલાક વાંચતા હોય છે. આટલી મહેનત કરવા છતાં પણ લાખો લોકો નોકરી વગર રહી જાય છે, પાસ થઈ શકતા નથી. પરંતુ જો હવે સરકારે પણ આ લોકોને માઠા સમાચાર આપ્યાં છે. Warehouse Corporation ની જગ્યાઓ રદ્દ કરવાનો રાજ્યના કૃષિ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

નવી જગ્યા ઉભી કરવાના બદલે વિચિત્ર કરવાનો નિર્ણય શા માટે?

અત્યારે ઉમેદવારો પ્રશ્ન કરી રહ્યાં છે કે, નવી જગ્યા ઉભી કરવાના બદલે વિચિત્ર કરવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે? અત્યારે લાખો લોકો સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યાં છે. સરકાર પણ નોકરીની વાતો કરતી હોય છે તો પછી જગ્યાઓ વધારવાનો બદલે રદ્દ કેમ કરવામાં આવી રહીં છે? હવે તૈયારી કરતા ઉમેદવારો માટે આનાથી મોટા માઠા સમાચાર બીજા કયાં હોઈ શકે? નોંધનીય છે કે, અત્યારે હયાત જગ્યાઓ જ રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જેનાથી ઉમેદવારો ભારે નારાજ પણ જોવા મળ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: Jamnagar: જોડિયાના બાલંભા પાટિયા પાસે બની હિટ એન્ડ રનની ઘટના, 3 લોકોના મોત

આખરે આ ભરતી શા માટે રદ્દ કરવામાં આવી?

આવી રીતે ભરતીઓ રદ્દ કરવામાં આવશે તો તૈયારી કરતા ઉમેદવારો ક્યાં જશે? આખરે આ ભરતી શા માટે રદ્દ કરવામાં આવી? આ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કારણે કે, અત્યારે લાખોની સંખ્યાં લોકો સરકારી નોકરી માટે રાત અને દિવસ એક કરીને મહેનત કરી રહ્યાં છે. આ લોકો કોના ભરોસે તૈયારી કરી રહ્યાં છે? સરકારના ભરોસે! પરંતુ આવી રીતે જ થતું રહ્યું તો તેમનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી જવાનો છે. કૌભાંડ, પેપર ફુટવા અને હવે ભરતી રદ્દ! આ સિલસિલો ક્યારે ખતમ થશે? મહત્વની વાત એ છે કે, Warehouse Corporation ની 144 જગ્યાઓ રદ્દ કરવામાં આવતાં હજારો ઉમેદવારો અત્યારે નારાજ થયાં છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×