Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police Job : પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, HC માં સરકારે આપી આ માહિતી

બીજા ફેઝની 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરાશે.
gujarat police job   પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર  hc માં સરકારે આપી આ માહિતી
Advertisement
  1. રાજ્યમાં Gujarat Police ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર
  2. હાઈકોર્ટમાં પોલીસમાં ખાલી જગ્યા મુદ્દે રાજ્ય સરકારનું સોગંદનામું
  3. ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં 14 હજારથી વધુની ભરતી જાહેર થશે
  4. સપ્ટેમ્બર-2026 સુધીમાં બીજા ફેઝની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે

Gujarat Police : રાજ્યમાં પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે. બીજા ફેઝની 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરાશે. પોલીસમાં ખાલી રહેલ જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું કરી આ માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો - Himmatnagar : બર્થડેનું કહી લંપટ શિક્ષક સગીર વિદ્યાર્થિનીને ગેસ્ટ હાઉસ લઈ ગયો અને પીંખી નાખી

Advertisement

પોલીસમાં ખાલી જગ્યા અને ભરતી મામલે HC માં રાજ્ય સરકારનું સોગંદનામું

રાજ્યમાં પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે. પોલીસમાં ખાલી પડેલી જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રજૂ કરેલ સોગંદનામામાં આ માહિતી આપવામાં આવી છે. સરકારે આપેલ માહિતી અનુસાર, બીજા ફેઝની 14,283 પદ પરની ભરતી (Gujarat Police Recruitment) પ્રક્રિયા સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરાશે. 25,660 માંથી ખાલી રહેલ આ 14,283 પદ માટે ભરતીની જાહેરાત ઑગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પડાશે.

Advertisement

આ પણ વાંચો - Panchmahal : છબનપુર પાસે ગોઝારો અકસ્માત, ST બસની અડફેટે આવતા શ્રમિક મહિલાનું મોત

પ્રથમ ફેઝની 11000 થી વધુ પદ માટે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ

સરકારે વધુમાં જણાવ્યું કે, પ્રથમ ફેઝની 11000 થી વધુ પદ માટે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે, જેમાં ફિઝિકલ પરીક્ષા ચાલી રહી હોવાની જાણ કોર્ટને કરાઈ હતી. પ્રથમ ફેઝની ભરતીમાં જુલાઈ સુધીમાં લેખિત પરીક્ષા લેવાયા બાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. રાજ્ય સરકાર 2 તબક્કામાં પોલીસ વિભાગમાં 25,660 જેટલા ખાલી પદો પર સીધી ભરતી કરી રહી છે.

આ પણ વાંચો - Anand : બોરસદમાં શાળાની ખુલ્લેઆમ દાદાગીરી! બાકી ફી માટે વિદ્યાર્થિનીને આપી સજા!

Tags :
Advertisement

.

×