Breaking : Uttarayan ને લઈ મોટા સમાચાર, High Court એ સરકારને કર્યો આ આદેશ
- ઉત્તરાયણના પર્વને લઈને ગુજરાત હાઈકોર્ટનો હુકમ
- રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ
- ચાઈનીઝ દોરી, નાઈલોન દોરી પર પણ પ્રતિબંધ
- 13 જાન્યુઆરી સુધી ઠોસ પગલા લેવા સરકારની ખાતરી
ગુજરાતમાં ઉત્તરાયણનો (Uttarayan) તહેવાર ખૂબ જ ધૂમધામથી ઊજવાય છે. ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે તહેવાર પહેલા ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) રાજ્ય સરકારને મહત્ત્વનો આદેશ કર્યો છે. કોર્ટે ઉત્તરાયણનાં તહેવારમાં રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો છે. સાથે જ ચાઈનીઝ દોરી, નાઈલોન દોરીનાં ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવા હુકમ કર્યો છે.
આ પણ વાંચો -Rajkot : વિજયભગત અને ગીતાબહેન ગરબામાં એકબીજાને ઇશારો કરતા હતા : નરેન્દ્ર સોલંકી
ઉત્તરાયણનાં પર્વને લઈને ગુજરાત હાઈકોર્ટનો હુકમ
ઉત્તરાયણનાં (Uttarayan) તહેવારને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટનાં (Gujarat High Court) આદેશ બાદ રાજ્યભરમાં ઉત્તરાયણનાં તહેવાર દરમિયાન કાચ પાયેલા દોરાનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ ચાઈનીઝ દોરી અને નાઈલોન દોરીનાં ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવા કોર્ટે આદેશ કર્યો છે. આ અંગે રાજ્ય સરકારે પણ હુકમ પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને 13 જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા કોર્ટમાં ખાતરી આપી છે.
આ પણ વાંચો - BJP Gujarat : જિલ્લા-શહેર નવા પ્રમુખોની જાહેરાત માટે હજું જોવી પડશે વાટ, આ છે કારણ!
ચાઈનીઝ દોરી, નાઈલોન દોરી પર પણ પ્રતિબંધ
જણાવી દઈએ કે, ઉત્તરાયણનાં (Uttarayan) તહેવાર દરમિયાન ઘાતક વસ્તુઓનાં ઉપયોગ સામે બે દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં ચાઇનીઝ દોરી, કાચ પાયેલા દોરા, ચાઈનીઝ તુક્કલ સામેનાં પ્રતિબંધને કડકપણે અમલી કરાવવા અરજી કરવામાં આવી હતી. અરજીમાં હાઇકોર્ટનાં (Gujarat High Court) આદેશ અને સરકારનાં પોતાનાં પરિપત્રોનું પાલન નહીં થતું હોવાની રજૂઆત કરાઈ હતી.
આ પણ વાંચો - જુનાગઢ બાદ હવે Rajkot માં ધાર્મિક સ્થળમાં વિવાદ! કોંગ્રેસ નેતાએ CM, વક્ફ બોર્ડને કરી રજૂઆત