ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળ્યા જામીન, છતાં રહેવું પડશે જેલમાં! જાણો કેમ ?

નોંધનીય છે કે, આ પહેલા બીઝેડ ગ્રૂપનાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરતી જામીન આપવા માટે મુખ્યમંત્રી કાર્યાલયમાં રોકાણકારોએ રજૂઆત કરી હતી.
04:14 PM Jun 03, 2025 IST | Vipul Sen
નોંધનીય છે કે, આ પહેલા બીઝેડ ગ્રૂપનાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરતી જામીન આપવા માટે મુખ્યમંત્રી કાર્યાલયમાં રોકાણકારોએ રજૂઆત કરી હતી.
BZ_Gujarat_First main
  1. BZ પોંઝી સ્કીમ કૌભાંડનાં મુખ્ય આરોપીને ગ્રામ્ય કોર્ટમાંથી રાહત (BZ Group Scam)
  2. ગ્રામ્ય સેશન્સ કોર્ટે અન્ય એક કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપ્યા
  3. ભૂપેન્દ્રસિંહ ઝાલા પર કુલ ત્રણ ફરિયાદ નોંધાઇ ચૂકી છે
  4. ત્રણમાંથી બે કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળી ગયા છે જામીન
  5. કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેટલાક એકાઉન્ટ અનફ્રીઝ કર્યા હતા

BZ Group Scam : રાજ્યમાં પોંઝી સ્કીમો થકી સૌથી મોટું હજારો કરોડનું કથિત કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાને (Bhupendrasinh Zala) ગ્રામ્ય કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગ્રામ્ય સેશન્સ કોર્ટે (Rural Sessions Court) અન્ય એક કેસમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપ્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે કુલ 3 ફરિયાદ નોંધાયેલ છે. આ ત્રણ પૈકી બે કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન મળ્યા છે. સાથે જ કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં કેટલાક બેંક એકાઉન્ટ પણ અનફ્રીઝ કરવા હુકમ કર્યો છે.

આ પણ વાંચો - Surat માં બાળકી સાથે દુષ્કર્મ આચરનારની પોલીસે કરી ધરપકડ, પાડોશમાં જ રહેતા નરાધમે આચર્યું દુષ્કર્મ

ગ્રામ્ય સેશન્સ કોર્ટે અન્ય એક કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને આપ્યા જામીન

રાજ્યમાં પોંઝી સ્કીમો (Ponzi Scheme) થકી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનાં કેસમાં BZ ગ્રૂપનાં (BZ Group Scam) માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાને હવે કોર્ટથી રાહત મળી છે. માહિતી અનુસાર, ગ્રામ્ય સેશન્સ કોર્ટે અન્ય એક કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજીને મંજૂર કરી છે. સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફ્રીઝ કરેલા બેંક ખાતાઓમાંથી કેટલાક એકાઉન્ટ અનફ્રીઝ કરવા પણ કોર્ટે હુકમ કર્યો છે. જણાવી દઈએ કે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala) સામે કુલ ત્રણ ફરિયાદ નોંધાયેલી છે. આ ત્રણ કેસ પૈકી બે કેસમાં આરોપીને જામીન મળી ચૂક્યા છે.

આ પણ વાંચો - Gujarat Corona Update: રાજકોટમાં કોરોનાના 8 કેસ નોંધાયા, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4026

જામીન મળ્યા છતાં રહેવું પડશે જેલમાં

ગ્રામ્ય સેશન્સ કોર્ટ દ્વારા જામીન મળ્યા હોવા છતાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને (Bhupendrasinh Zala) જેલમાં જ રહેવું પડશે. કારણ કે, CID ક્રાઇમે નોંધેલી ફરિયાદમાં હજું સુધી કોઈ જામીન મળ્યા નથી. નોંધનીય છે કે, આ પહેલા બીઝેડ ગ્રૂપનાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરતી જામીન આપવા માટે મુખ્યમંત્રી કાર્યાલયમાં (Gujarat Chief Minister's Office) રોકાણકારોએ રજૂઆત કરી હતી. રોકાણકારોના નાણા પરત આપવાની શરતે ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરતી જામીન આપવા લેખિતમાં રજૂઆત કરાઈ હતી. રોકાણકારોએ પોતાની અરજીઓ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજિસ્ટ્રી શાખામાં સબમિટ કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad: IPLની ફાઈનલ મેચ પહેલા મોટી દુર્ઘટના ટળી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસનો બાટલો ફાટ્યો

Tags :
Bhupendrasinh zalaBZ GROUPBZ GROUP ScamCID Crimegranted bailGujarat Chief Minister's OfficeGUJARAT FIRST NEWSPonzi SchemeRural Sessions CourtTop Gujarati News
Next Article