Download Apps
Home » સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજન

સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજન

સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય મેડિકલ ટુરિઝમ તરીકે ઉભરી આવ્યું હોવાનું જણાવી મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્યની કિડની, કેન્સર, ડાયાલિસીસ સેવાઓ, મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત, ટી.બી.નિર્મૂલન કાર્યક્રમની જેવી આરોગ્યવિષયક સેવાઓનું ગુજરાત મોડલ દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું હોવાનું ઉમેર્યુ હતુ.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને  સંબોધતા કહ્યું કે, ગુજરાત રાજ્ય પ્રથમ વખત સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું આયોજન કરવા જઇ રહ્યું છે.
  
આરોગ્ય મંત્રી  એ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના વડપણ હેઠળ યોજાનાર આ રાષ્ટ્રિય ચિંતન શિબિરમાં દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવો, અધિક આરોગ્ય સચિવો , વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો આરોગ્ય કમિશનરઓ  તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના મિશન ડાયરેક્ટર  શિબિરમાં જોડાઇને આરોગ્યવિષયક વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીને સ્વસ્થ ભારતના નિર્માણ માટેનો રોડમેપ તૈયાર કરશે. 
ભારત સરકા૨ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે તા. પ, ૬, ૭ મે ૨૦૨૨ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી  કેવડિયા ખાતે આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. મંત્રીએ ત્રિદિવસીય ચિંતન શિબિરની વિગતો આપતા જણાવ્યું હતુ કે, આ શિબિરના પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન, સ્વાગત, પરિચય વિધિ બાદ દરેક રાજ્યોમાં આરોગ્ય ક્ષેત્રે થયેલ શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા અને સમીક્ષા થશે. સાંજે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.
ચિંતન શિબિરના બીજા દિવસના પ્રથમ થિમેટિક સેશનમાં ‘કો.ઓપરેશન અને કો.ઓર્ડીનેશન  હેલ્ધી સ્ટેટ્સ – હેલ્ધી નેશન’ એ વિષય ઉપર વિગતવાર ચર્ચા થશે. બીજા સેશનમાં ‘એફોર્ડેબલ અને ઍક્સિસેબલ હેલ્થકેર ફોર ઓલ’ એ વિષય ઉપર મંથન થશે સાથે સાથે રાજ્યોમાં આરોગ્ય સેવાઓમાં થયેલ શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા-સમીક્ષા પણ થશે. ચિંતન શિબીરના સમાપન દિવસના પ્રથમ થિમેટીક સેશનમાં પ્રિપેરીંગ ઇન્ડિયા ફોર ફ્યુચર હેલ્થ ઇમર્જન્સીસ વિષય ઉપર છણાવટભરી ચર્ચા વિચારણા થશે તથા હિલ ઈન્ડિયા અને હિલ બાય ઇન્ડિયા વિષયની એક નવી થીમ લઈને ભારત અને વિશ્વની આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારણા માટેની અગત્યની ચર્ચા રાજ્યોના તજજ્ઞો સાથે થશે અંતિમ અને પાંચમા સેશનમાં સ્વસ્થ ભારત માટેનો રોડમેપ તૈયાર કરવા વિચાર વિમર્શ કરવામાં આવશે.
આ પરિષદ તબીબી અને જાહેર આરોગ્યના ક્ષેત્રોને લગતી નીતિઓ તથા કાર્યક્રમોના અમલીકરણની સમીક્ષા કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે દેશના સામાન્ય પ્રજાજનોને ઝડપી અને સરળતાથી આરોગ્યલક્ષી સેવાઓના લાભ મળે તેવી નીતિઓ અને કાર્યક્રમોના સઘન અને સુચારુ અમલીકરણ કરવા માટેના માર્ગો અને માધ્યમોના સૂચનો કરે છે.
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી અધ્યક્ષપદે અને રાજ્યકક્ષાના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ઉપાધ્યક્ષપદે રચાયેલ આ પરિષદના સદસ્યોમાં નીતિ આયોગના સભ્ય તેમજ દેશના બધા જ રાજ્યોના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના મંત્રી, કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ તથા સંલગ્ન કેન્દ્રિય મંત્રાલયના સચિવ, આર્થિક સલાહકારો તેમજ આરોગ્ય ક્ષેત્રના પ્રતિષ્ઠિત અને નામાંકિત મહાનુભાવોનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સહ પરિવાર સાથે સુપ્રસિદ્ધિ તીર્થધામની મુલાકાત કરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સહ પરિવાર સાથે સુપ્રસિદ્ધિ તીર્થધામની મુલાકાત કરી
By Aviraj Bagda
ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ
ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ
By Harsh Bhatt
Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા
Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા
By Hiren Dave
વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી
વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી
By Hardik Shah
લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય
લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય
By Harsh Bhatt
હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં
હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં
By Harsh Bhatt
સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો
સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો
By Harsh Bhatt
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સહ પરિવાર સાથે સુપ્રસિદ્ધિ તીર્થધામની મુલાકાત કરી ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો